બ્લેક બોકસ લિમિટેડે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વૃદ્ધિ અને વિસ્તરણ માટે રૂ. 410 કરોડનું ફંડિંગ મેળવ્યું

  • August 03, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્લેક બોક્સ લિમિટેડ (બીએસઇ : 500463 / એનએસઇ : બીબોક્સ), જે વૈશ્વિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન ઇન્ટિગ્રેટર છે અને જે વૈશ્વિક ધંધાઓ માટે અદ્યતન ટેકનોલોજી સોલ્યુશન્સ અને વર્લ્ડ ક્લાસ કન્સલ્ટિંગ સેવાઓ પ્રદાન કરે છે, તેમણે પ્રેફેરન્સીઅલ ઇસ્યુ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વૃદ્ધિ અને વિસ્તરણ માટે રૂ. 410 કરોડનું ફંડિંગના કમિટમેન્ટ મેળવ્યાની જાહેરાત કરી છે.


કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સની આજે મળેલી બેઠકમાં, વિવિધ તબક્કામાં, દરેક રૂ. 417/- (રૂ. ચારસો સત્તર) ની કિંમતે, કુલ રૂ. 410 કરોડ (રૂ. ચારસો દસ કરોડ) ના 98,32,123 સંપૂર્ણ રૂપાંતરિત વોરંટો ઇસ્યુ કરવાની મંજૂરી આપી છે. આ દરેક વોરંટને 2/- (બે રૂપિયા)ના ફેસ વેલ્યુના સંપૂર્ણ ચુકવાયેલા ઈક્વિટી શેયર (ઇક્વિટી શેયર) માં, રૂ. ૪૧પ (ચારસો પંદર)ના પ્રિમિયમે, પ્રસ્તાવિત એલોટીની પસંદગી અનુસાર, એક કે વધુ તબક્કાઓમાં, 18 (અઢાર) મહિનાની અંદર, સેબી આઇસીડીઆર નિયમાવલીઓના અનુસંધાનમાં રૂપાંતરિત કરી શકાશે.


આ ફંડિંગ રાઉન્ડમાં કંપનીના વર્તમાન પ્રમોટરો રૂ. 200 કરોડ રોકશે, જે ધંધા અને તેના વૃદ્ધિ યોજનાઓ પર તેમનો સતત વિશ્વાસ દર્શાવે છે. આ ઉપરાંત રૂ. 200 કરોડનું વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને એચએનઆઈ રોકાણકારો દ્વારા નિવેશ કરવામાં આવશે. બાકીના રૂ. 10 કરોડ કંપનીના પ્રમુખ મેનેજમેન્ટ કર્મચારીઓ દ્વારા રોકવામાં આવશે. આ વોરંટોને ઈક્વિટીમાં રૂપાંતરિત કર્યા પછી, પ્રમોટર શેયરહોલ્ડિંગ હાલના 71.1% થી 69.8% થશે. બ્લેક બોક્સ એસ્સારનું ટેકનોલોજી ક્ષેત્રમાં મુખ્ય રોકાણ છે.


છેલ્લા કેટલાક વર્ષોમાં, કંપનીએ માર્જિન સુધારવા માટે ખર્ચ ઘટાડાના અનેક પગલાં લીધા છે અને સાથેજ ઉત્પાદન વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ પગલાંઓના પરિણામે કંપનીના એબીટડા માર્જિન અને કર પછીના નફામાં (પીએટી) વધારો થયો છે. કંપનીએ એફ વાય 24 માં રૂ. 428 કરોડનું એબીટડા મેળવ્યું હતું, જે એફ વાય 23 ના એબીટડા માં 59% નો વધારો છે અને એફ વાય24 માં રૂ. 138 કરોડનું પીએટી મેળવ્યું છે, જે એફ વાય 23 પીએટી કરતા ૫.૮ ઘણું છે. અમે વર્તમાન નાણાકીય વર્ષમાં પણ એબીટડા અને પીએટી ના સતત વૃદ્ધિના વલણની અપેક્ષા રાખીએ છીએ.


આ ફંડ રેઈસિંગ દ્વારા મેળવેલ મૂડી કંપની માટે વૃદ્ધિ માટેની મૂડી છે અને તેનો નીચે દર્શાવેલ મુખ્ય વિસ્તારોમાં રોકાણ કરવામાં આવશે:


ડેટા સેન્ટરની બિલ્ડ ક્ષમતાનું વિસ્તરણ

ડેટા સેન્ટર ક્ષમતા આવતા 3-5 વર્ષોમાં, ક્લાઉડ અને એઆઇ ના વ્યાપક ઉપયોગ દ્વારા, ખુબ ઝડપથી વધારવામાં આવશે. બ્લેક બોક્સ પાસે આ ક્ષેત્રમાં મજબૂત ઉપસ્થિતિ છે અને હાઇપરસ્કેલર્સ, મલ્ટિ-ટેનેન્ટ ડેટા સેન્ટર ઓપરેટરો અને મોટા એન્ટરપ્રાઇઝ ડેટા સેન્ટરોને વિસ્તૃત સેવાઓ પ્રદાન કરવા માટે ઉપરોક્ત રોકાણ કરાશે.


નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અદ્યતનતા

બ્લેક બોક્સ તેના એન્ટરપ્રાઇઝ ગ્રાહકો અને હાઇપરસ્કેલર્સ સહિતના ડેટા સેન્ટર ઓપરેટરો માટે કનેકિટવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્કિંગ ક્ષેત્રમાં તેના સોલ્યુશન પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા માટે મૂડી રોકાણ કરશે. જે વધતા ડેટા ટ્રાફિક અને બેહતરીન વપરાશકર્તા અનુભવની માંગને સપોર્ટ કરશે.


ઇનોવેશન અને ડિલિવરી

ઉપરોક્ત મૂડીનો એક ભાગ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સની નવીનતા અને વિકાસ પ્રયાસો માટે ફાળવવામાં આવશે. જેમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એલઓટી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.


માર્કેટ વિસ્તરણ

આ રોકાણ કંપનીના મુખ્ય ઉદ્યોગ વર્ટિકલ્સમાં વ્યૂહાત્મક વિસ્તરણ અને વૃદ્ધિ ઉપક્રાંતોને ટેકનોલોજી સોલ્યુશન્સ સાથે સપોર્ટ આપશે. આ અંતર્ગત મુખ્યત્વે નેતૃત્વ ભરતી (લીડરશીપ હાયરિંગ) અને ઉત્તરી અમેરિકા અને ઇમર્જિંગ બજારોમાં વેચાણ અને વ્યાવસાયિક વિકાસ પ્રયાસોનો મહત્તમ વધારો કરવામાં છે.


સંજીવ વર્મા, બ્લેક બોક્સ લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) એ જણાવ્યું કે, "અમે આ મૂડી પ્રાપ્ત કરીને ખૂબ ખુશ છીએ, જે અમને અમારી મહત્વાકાંક્ષી વૃદ્ધિના માર્ગ પર આગળ વધવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફરિંગ્સને વિસ્તૃત કરવાની સાથેજ ઝડપથી બદલાતા બજારમાં નવીનતા લાવવાના અમારા પ્રયત્નોને વેગ આપશે."


બ્લેક બોક્સ લિમિટેડના મુખ્ય નાણાકીય અધિકારી (સીએફઓ) શ્રી દીપક બંસલે જણાવ્યું, "અમે હાલના રોકાણકારોના સતત વિશ્વાસ માટે તેમનો આભાર માનીએ છીએ અને વૃદ્ધિ અને નફાકીયતના આગામી તબક્કામાં પ્રવેશ કરતા સમયે, અમારા નવા રોકાણકારોનું સ્વાગત કરીએ છીએ. અમારી કંપની વૃદ્ધિના ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહે છે અને સાથેજ કામગીરીની કાર્યક્ષમતા અને મૂડીના વળતર ઉપર મજબૂત ફોકસ જાળવી રાખે છે.”


બ્લેક બોકસ લિમિટેડ વિશે

બ્લેક બોકસ લિમિટેડ વૈશ્વિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટિગ્રેટર છે જે યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ભારત, એશિયા પેસિફિક, મધ્ય પૂર્વ, લેટિન અમેરિકામાં વ્યવસાયો માટે નેટવર્ક અને સિસ્ટમ ઇન્ટિગ્રેશન સેવાઓ અને સોલ્યુશન્સ, સપોર્ટ સેવાઓ અને ટેકનોલોજી ઉત્પાદનો પુરા પાડે છે અને વૈશ્વિક સ્તરે લગભગ 4,000 વ્યાવસાયિકો ધરાવે છે. બ્લેક બોક્સ, નાણાકીય સેવાઓ, ટેકનોલોજી, હેલ્થકેર, રીટેલ, સરકારી સેવાઓ જેમ કે એરપોર્ટ્સ, ઉત્પાદન અને અન્ય ક્ષેત્રોને નેટવર્ક ઇન્ટિગ્રેશન, ડિજિટલ કનેકિટવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર બિલ્ડ આઉટ, આધુનિક વર્કપ્લેસ અને સાયબરસિક્યુરિટી જેવી મજબૂત સેવાઓ પુરી પાડે છે.


સેફ હાર્બર સ્ટેટમેન્ટ

આ દસ્તાવેજમાં ભવિષ્યના સ્ટેટસ, ઘટનાઓ, અથવા પરિસ્થિતિઓ વિશેના નિવેદનો, જેમાં યોજનાઓ અને ઉદ્દેશ્યો, સંશોધન અને વિકાસની પ્રગતિ અને પરિણામો, સંભવિત પ્રોજેકટ લક્ષણો, પ્રોજેકટ સંભાવના અને પ્રોજેકટ સંબંધિત મુદ્દાઓ માટેની લક્ષ્યાંકોની તારીખો વિશેના નિવેદનોનો સમાવેશ થાય છે, તે અંદાજો અને વર્તમાન અને વિકસતી પરિસ્થિતિઓ પર ભવિષ્યની ઘટનાઓના અનુમાનિત અસર પર આધારિત છે. આવા નિવેદનો અનેક જોખમો અને અનિશ્ચિતતાઓને વશ છે અને જરૂરી નથી કે તે ભવિષ્યના પરિણામોનું પૂર્વાનુમાન કરનારા હોય. વાસ્તવિક પરિણામો ભવિષ્યના નિવેદનોમાં અનુમાનિત કરતાં ભિન્ન હોઈ શકે. કંપની ભવિષ્યના નિવેદનોને વાસ્તવિક પરિણામો, બદલાયેલા અનુમાન, અથવા અન્ય પરિબળોને પ્રતિબિંબિત કરવા માટે અપડેટ કરવાની કોઈ જવાબદારી લેતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News