બિટકોઈન પ્રથમ વખત ૯૦૦૦૦ ડોલરને પાર કરી ગયો છે. અમેરિકામાં રાષ્ટ્ર્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ પરત આવ્યા બાદ ક્રિપ્ટોકરન્સીમાં જોરદાર વધારો થયો છે. નવેમ્બરના પ્રથમ સાહમાં યુએસ પ્રમુખપદની ચૂંટણી બાદ બિટકોઈન સતત નવી ઓલ–ટાઇમ હાઈ બનાવી રહ્યું છે. ગઈકાલે બિટકોઇન ૫.૪૯ ટકાના ઉછાળા સાથે ૯૩,૧૫૮ ડોલરની વિક્રમી ટોચે પહોંચી ગયો હતો.
રાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટો કેપિટલ બનાવવાનું વચન આપ્યું છે. જાન્યુઆરી ૨૦૨૫માં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્ર્રપતિ તરીકે શપથ લીધા પછી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેમના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પ વહીવટીતત્રં ક્રિપ્ટોકરન્સી જેવી ડિજિટલ સંપત્તિઓને પ્રોત્સાહન આપવા માટે નીતિ લાવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમેરિકામાં મોટા પાયા પર બિટકોઈન રીઝર્વ જોવા માંગે છે.
ગઈકાલે બિટકોઈનમાં ફરી જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને પ્રથમ વખત બિટકોઈન ૯૦૦૦૦ ડોલરને પાર કરી ગયો હતો. ક્રિપ્ટો નિષ્ણાતો માને છે કે બિટકોઈન વર્ષ ૨૦૨૪માં જ ૧ લાખ ડોલરની ઐતિહાસિક ટોચને પાર કરી શકે છે. બર્નસ્ટેઈનના ક્રિપ્ટો નિષ્ણાતોએ આગાહી કરી છે કે વર્ષ ૨૦૨૫માં બિટકોઈન ૨ લાખ ડોલરને સ્પર્શશે. યુએસ પ્રમુખપદની ચૂંટણી બાદ બિટકોઈનમાં ૩૨ ટકાથી વધુનો વધારો થયો છે. ૬ નવેમ્બરના રોજ એક જ સત્રમાં યુએસ ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદ, બિટકોઈન ૮ ટકા વધીને ૭૫,૦૦૦ ડોલરની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો, જે હવે ૯૩,૦૦૦ ડોલરને પાર કરી ગયો છે.
સોટવેર કંપની અને બિટકોઇનમાં સૌથી વધુ રોકાણ કરનાર કંપની માઇક્રોસ્ટ્રેટેજીએ ૩૧ ઓકટોબર અને ૧૦ નવેમ્બર વચ્ચે ૨ બિલિયન ડોલર કરતાં વધુ મૂલ્યના બિટકોઇન્સ ખરીધા છે. બિટકોઈનમાં વધારો થવાનું આ પણ એક મોટું કારણ છે. જેપી મોર્ગનના વિશ્લેષકોએ મંગળવારે એક નોંધમાં જણાવ્યું હતું કે રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પની પુન:ચૂંટણી બાદ તેઓ એસઈસીના નવા અધ્યક્ષની નિમણૂક કરી શકશે. એસઈસીએ એવી એજન્સી છે જે લગભગ ૩ વર્ષથી કાનૂની કાર્યવાહી અને નાણાકીય દડં દ્રારા ક્રિપ્ટો ઉધોગ પર પકડ જમાવી રહ્યા છે. બિટકોઈનમાં વધારો થવાનું આ પણ એક મુખ્ય કારણ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech