આવતીકાલે સિંધી સમાજના સ્વાતંય સેનાની શહીદ હેમુ કાલાણીની જન્મ શતાબ્દી ઉજવણી

  • January 20, 2025 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશની આઝાદીની ચળવળમાં સક્રિય ભાગ લઇ શહીદ થયેલા સિંધી સમાજના સ્વાતંય સેનાની વીર શહીદ હેમુ કાલાણીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિતે રાજકોટમાં ઓમ નમ: સેવા ફાઉન્ડેશનના પ્રમુખ સુનિલભાઇ ટેકવાણી અને વોર્ડ નં.૩ના કોર્પેારેટર અને સિંધી આગેવાન કુસુમબેન ટેકવાણી અને સિંધી સમાજ દ્રારા આવતીકાલ તા.૨૧મીને મંગળવારે સવારે ઝુલેલાલ મંદિર, સિંધી કોલોની ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અખિલ સૌરાષ્ટ્ર્ર સિંધી પંચાયતના ચેરમેન ધનરાજભાઇ જેઠાણી તેમજ સિંધી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સિંધી સમાજના સ્વાતંય સેનાની ક્રાંતિકારી વીર શહીદ હેમુ કાલાણીને શ્રધ્ધાંજલિ સ્વરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
હેમુ કાલાણી ભારતીય સ્વતંતા ચળવળમાં વિધાર્થી કાળથી જોડાયેલા હતાં તે સ્વરાજ સેના વિધાર્થી સંગઠનના નેતા હતાં. દેશના સ્વાતંય સંગ્રામમાં સૌથી યુવાન વયે એટલે કે માત્ર ૧૯ વર્ષની વયે ૧૯૨૩માં જન્મેલા હેમુ કાલાણીને ૧૯૪૩ની સાલમાં બ્રીટીશ સંસ્થાનવાદી અદાલતે મૃત્યુ દંડની સજા કરી હતી. તેમને ફાંસી આપવામાં આવી હતી. હેમુ કાલાણીની શહીદીની દેશભરના સ્વાતંય ઇતિહાસમાં નોંધ લેવાઇ છે અને સંસદ ભવનમાં પણ શહીદ હેમુ કાલાણીની તસવીરને સ્થાન આપવામાં આવ્યું છે.
આવતીકાલે સિંધી કોલોનીમાં ઝુલેલાલ મંદિર ખાતે સવારે ૧૦ વાગ્યાથી શરૂ થનારા વીર શહીદ હેમુ કાલાણીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટેના કાર્યક્રમને સફળ બનાવવા સિંધી સમાજના ઓમ નમ: સેવા ફાઉન્ડેશનના પ્રમુખ સુનિલભાઇ ટેકવાણી સહિતના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application