રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં અધિકારીઓ અને પદાધિકારીઓની ગેરહાજરીમાં જાણે સિસ્ટમ ફેઇલ થઇ ગઇ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. આજે સવારથી જન્મ નોંધણી, મરણ નોંધણી અને આધારકાર્ડનું કામકાજ સંપૂર્ણ ઠપ્પ થઇ જતા સેંકડો અરજદારોમાં દેકારો બોલી ગયો હતો. છેલ્લા ત્રણેક દિવસથી આ બન્ને શાખાઓમાં લોકો હેરાન પરેશાન થઇ રહ્યા હતા, દરમિયાન આજે તો કામકાજ સંપૂર્ણ બધં થઇ જતાં અરજદારો કફોડી હાલતમાં મુકાઇ ગયા હતા. આધાર કેન્દ્રમાં આજે સવારથી સમગ્ર ગુજરાતમાં ઓપરેટરોને ઓટીપી ન મળતા સમગ્ર ગુજરાતમાં આધાર કાર્ડ અંગેની તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ છે. અગાઉ મહાનગરપાલિકામાં ઓપરેટરોને સસ્પેન્ડ કરાતા લાંબી લાઈનો લાગી હતી પરંતુ ઓપરેટરો અંગે કેન્દ્ર સરકાર દ્રારા કન્ફર્મેશન બાદ વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોનમા કામગીરી શ કરાતાની સાથે જ આજે ફરી ઠપ થઇ ગઇ હતી. આધાર કાર્ડમાં પણ સમગ્ર ગુજરાતમાં તંત્રના વાકે લોકોને હાલ કયારે કામ શ થશે તે અંગે અધિકારીઓ પાસે જવાબ ન હોવાને બદલે લ ગાળાની સિઝનમાં લોકોને કામ ધંધા છોડીને કલાકો સુધી હાલ લાઈનમાં ઊભું રહેવું પડું હતું.
ઉલ્લેખનીય છે કે શહેરમાં અનેક જગ્યાએ આધાર કાર્ડ કેન્દ્ર છે પરંતુ તે તમામ આધાર કાર્ડ કેન્દ્ર શોભાના ગાંઠિયા જેવા છે અને આવા આધાર કાર્ડ કેન્દ્રો પર કયારેય કલેકટર કચેરી દ્રારા ચેકિંગ થતું ન હોવાને બદલે લોકોનો ઘસારો રાજકોટ મહાનગરપાલિકા માં રહે છે અને જે પગલે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી આધાર કાર્ડ અંગેની કામગીરી થતી નથી. વોર્ડ ઓફિસે કે સિવિક સેન્ટરોમાં વધુ આધાર કેન્દ્રો શ કરાતા નથી. કેન્દ્ર, રાય અને મહાપાલિકા વચ્ચે યોગ્ય સંકલનના અભાવે નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે
ઇ–ઓળખ પોર્ટલમાં ફોલ્ટ: રજિસ્ટ્રાર
રાજકોટ મહાપાલિકાની જન્મ મરણ નોંધણી શાખામાં આજે સવારથી ઓનલાઇન એપ્લિકેશન ઇનવર્ડ થઇ શકતી હતી અને જો ઇનવર્ડ થઇ જાય તો ત્યારબાદ પ્રોસેસ થતી ન હતી તેમ રજિસ્ટ્રાર પ્રેરિત જોષીએ જણાવ્યું હતું, તેમણે ઉમેયુ હતું કે રાય સરકારના ઇ ઓળખ પોર્ટલમાં ટેકિનકલ ફોલ્ટ આવતા સર્વર ડાઉન થયું છે, અમે ઉપર જાણ કરી છે પરંતુ કયારથી કામગીરી શ થશે તે અંગે કઇં કહી શકાય નહીં. રાજયભરમાં આ સ્થિતિ છે.
સર્વર ડાઉન થતાં ઓટીપી આવતા નથી: નોડલ ઓફિસરનું બહાનું
રાજકોટ મહાપાલિકાના આધાર કેન્દ્રના નોડલ ઓફિસર નરેન્દ્ર આરદેશણાએ જણાવ્યું હતું કે આધાર ઓથોરિટીનું સર્વર ડાઉન થતા આજે સવારથી રાજકોટ સહિત સમગ્ર રાયમાં ઓટીપી આવતા નથી જેના લીધે કોમ્પ્યુટર ઓપરેટર લોગ ઇન કરી શકતા નથી અને તેવા કારણે કોઇ પણ અરજી ઉપર પ્રોસેસ થઇ શકતી નથી. અન્યથા આજથી ત્રણેય ઝોન કચેરીમાં કુલ ૧૫ કીટ કાર્યરત કરાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech