અહીં દેશ આખો માલદીવ બૉયકોટ કરતો રહ્યો,યુઝર્સે અભિનેત્રીને લક્ષદ્વીપ જવાની સલાહ આપી
બિપાશા બાસુ પોતાનો જન્મદિવસ ઉજવવા માલદીવ પહોચી ગઈ છે, માલદીવ- ભારતના વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર માલદીવ વેકેશનની તસવીરો શેર કરવા પર યુઝર્સ અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યા છે. બિપાશા બાસુ હાલ પતિ અને દીકરી સાથે માલદીવ ટ્રિપ પર ગઈ છે. યુઝર્સે અભિનેત્રીને માલદીવને બદલે લક્ષદ્વીપ જવાની સલાહ આપી.
બોલિવૂડ સ્ટાર્સ માટે રજાઓ માણવા માટેનું ડેસ્ટિનેશન એટલે માલદીવ.. અહીં જવું આ સ્ટાર્સ માટે કોઈ મોટી વાત નથી. તમામ સ્ટાર્સ ઘણીવાર નાના-મોટા સેલિબ્રેશન માટે માલદીવ જતા જોવા મળ્યા છે પરંતુ જ્યારથી માલદીવ સાથે ભારતનો વિવાદ છે, ત્યારથી સ્ટાર્સ સહિત દરેક જણ માલદીવ છોડીને લક્ષદ્વીપ જવાની વાત કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન બિપાશા બાસુ પતિ કરણસિંહ ગ્રોવર અને પુત્રી દેવી સાથે માલદીવમાં ટ્રિપ સેલિબ્રેટ કરી રહી છે.
વાત એમ છે કે બિપાશા બાસુ પોતાનો જન્મદિવસ ઉજવવા પતિ કરણ સિંહ ગ્રોવર અને દીકરી દેવી સાથે માલદીવ ગઈ હતી. હવે અભિનેત્રીએ પોતાના વેકેશનના ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે પંરતુ માલદીવ અને ભારતના વિવાદ વચ્ચે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવા બાબતે યુઝર્સ એક્ટ્રેસને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સ અભિનેત્રીને માલદીવને બદલે લક્ષદ્વીપ જવાની સલાહ આપી રહ્યા છે.માલદીવ જવા માટે લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે, પરંતુ અભિનેત્રી તરફથી આ અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી આવી નથી. જણાવી દઈએ કે સમગ્ર દેશમાં માલદીવનો બૉયકોટ ટ્રેન્ડ કરી રહ્યો છે.. દેશના લોકોથી લઈને સેલેબ્સ સુધી આ ટ્રેન્ડને સમર્થન મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech