ભાવનગર રેલવે કર્મચારી દ્વારા પરામાં ટ્રેનની નિચે પડતુ મુકીને આપઘાત કરી લીધા બાદ રોષે ભરાયેલા કર્મચારીઓએ દેખાવો કરીને તોડફોડ કરી હતી, દરમિયાનમાં હવે તંત્રએ એકશન લેવાનુ ચાલુ કર્યુ હોય તેમ તોડફોડના મામલે સીસીટીવી કેમેરાના ફુટેજ આધારે પાંચ કર્મચારીઓ સામે રૂપિયા પાંચ લાખનુ સરકારી મિલકતને નુકસાન કર્યાની ફરીયાદ નોંધાવી છે.
રેલવેમાં ડેપ્યુટી ચીફ મીકેનીકલ એન્જીનીયર તરીકે ફરજ બનાવતા મૂળ ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના સેનોરા ટેલસીલ રૂડકીના વતની સૌરભકુમાર રાજસિંઘ છોટારામ સિંઘએ પાંચ કર્મચારીઓમાં ઓમ પ્રકાશ જાટ, મયુરસિંહ ગોહિલ, રાકેશ પટ્ટણી, અનુજકુમાર અને રામરાજ મીના સામે બોરતળાવ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ઓફીસ નીચે ખુલ્લા મેદાનમાં આશરે ૧૦૦ થી ૧૫૦ વ્યક્તિઓ હાજર હતા અને આ સમયે મે રામરાજ મીના જે રેલવે યુનીયનના લીડરને જોયા હતા. ઉક્ત વ્યક્તિઓ તેની સાથે હતા અને આ તમામ લોકો રેલવેના કર્મચારીઓ હતા. તે વખતે આ રામરાજ મીના મારી પાસે આવ્યા હતા કહ્યુ હતુ કે, " અમારા રેલ્વે કર્મચારી ઘનશ્યામભાઈ ચૌહાણે ટ્રેનની અડફેટે અથવા ચાલુ ટ્રેનમાં પડી જવાથી આત્મહત્યા કરેલ છે, જેથી દીનાનાથ વર્માને તાત્કાલિક સરપેન્ડ કરવામાં આવે અન્યથા અમે બધાને જોઈ લઈશુ" ભીડમાં રહેલ લોકોએ ઓફીસના બાયોમેટ્રીક ઈલેક્ટ્રીક સાથેનો તોડી નાખ્યા હતા. બીજા દિવસે ઓફિસે આવીને કેમેરા ચેક કરતા ઉક્ત પાંચેય કર્મચારીઓ અલગ અલગ બાયોમેટ્રીક સાધનો અલગ અલગ સમયે તોડતા જોવા મળ્યા હતા. અને આ બાયોમેટ્રીક સાધનોની અંદાજીત કિંમત રૂ. ૫,૦૦,૦૦૦નુ સરકારી મિલકતને નુકસાન કર્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech