અમદાવાદ માધુપુરા ક્રિકેટ તથા શેર ડબ્બા ટ્રેડીંગના ૨૩૨૩ કરોડથી વધુ કૌભાંડમાં વોન્ટેડ ડભોઈના દિપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠકકરનો એસએમસીએ દુબઈથી કબજો મેળવીને ચાર દિવસના રીમાન્ડ પર લીધો છે. આરોપી ચાલમાં કયાંય ન ફસાય તે માટે દુબઈ બેઠે બેઠો અમદાવાદમાં સટ્ટાકાંડ ચલાવતો હતો અને અમદાવાદમાં એનડી ટ્રેડર્સના નામે પેઢીનો વહીવટ સંભાળતા કર્મચારી નરેશ દયારામ ઠાકોરના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને વિદેશ નાણાં ટ્રાન્સફર થતા હતા.
આરોપી દુબઈ સ્થાયી થયેલો હોવાથી તેને અમદાવાદના અબજોના ડબ્બા ટ્રેડીંગ નાણાં હેરફેરના ગુનામાં ગુજરાત લઈ આવવા દુબઈ સાથે પ્રત્યારોપણ સંધીની કાર્યવાહી કરાઈ હતી. રેડકોર્નર નોટીસ ઈસ્યુ થઈ હતી. એકાદ વર્ષની કાર્યવાહી બાદ તાજેતરમાં એસએમસીના એસપી નિર્લિ રાય, ડીવાયએસપી કે.ટી.કામરીયા સહિતની ટીમે દુબઈ જઈને કબજો મેળવી ગુજરાત લાવ્યા હતા.
ગઈકાલે અમદાવાદ કોર્ટમાં રજુ કરાતા ચાર દિવસના તા.૬ સુધીના રીમાન્ડ પર સોંપાયો છે.
અમદાવાદનો આ શખસ સ્થાનીક ઈસમો સાથે જુગલબંધી કરીને શેર ડબ્બા અને ક્રિકેટનું મોટું રેકેટ ચલાવતો હતો. આઈડી મારફતે અંદાજે ૨ લાખથી વધુ પંટરો હોવાનું જે તે સમયે ખુલ્યું હતું. ઓનલાઈન નાણાં ટ્રાન્સફર થતા હતા અને એકાઉન્ટમાં જમા થતાં નાણા આરોપી દુબઈ, હોંગકોંગ, શ્રીલંકા, સિંગાપુર સહિતના દેશમાં સેટ કરી દેતો હતો જેને લઈને ભારતીય ચલણ વિદેશમાં ટ્રાન્સફર થવાથી એક મોટું રેકેટ હતું. દિપકને દુબઈ પોલીસે પકડીને ભારતને જાણ કરી હતી.
ત્યાના નિયમો મુજબ જો આરોપી જવા ઈચ્છતો ન હોય તો ના કહી શકે પરંતુ દિપકે આ કેસ બાબતે શરણ સ્વીકારી લીધું હતું અને એસએમસીને કબજો લેવાની સરળતા મળી ગઈ હતી.
આરોપીની પુછતાછ દરમ્યાન તેણે કર્મચારીના નામે જ એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યાનું ખુલ્યંું છે અને મહત્તમ વ્યવહારો બીજાના નામે થતાં હતા તેથી ઓનપેપર કયાંય ફસાય નહીં તેવી ગોઠવણ રાખતો હતો. ચાર દિવસના રીમાન્ડ દરમ્યાન એસએમસીને હજુ વધુ જાણવા કે કૌભાંડ ખુલે તેવી શકયતા છે.
વિદેશમાં નાણાં ટ્રાન્સફર કરતો હતો તે કયાં અને કોને આપતો હતો ? આ કરોડોના કાળા કારોબારમાં સાથે કોની કોની સંડોવણી છે ? તે સહિતની તપાસ ચાલી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech