બાળકોને સોશિયલ મીડિયાની જાળમાંથી બચાવવા ઓસ્ટ્રેલિયામાં બિલ પાસ

  • November 27, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ ફકત પુખ્ત વયના લોકો જ નહીં પરંતુ બાળકો પણ સ્માર્ટફોનના વ્યસની બની ગયા છે. સોશિયલ મીડિયા એ દરેક વ્યકિતના જીવનનો એક સક્રિય ભાગ બની ગયો છે, જેને આપણે ઇચ્છીએ તો પણ અવગણી શકતા નથી. લોકો પોતાનું કામ છોડીને કલાકો સોશિયલ મીડિયા પર વિતાવવા લાગ્યા છે. જીવનના દરેક ક્ષેત્રમાં તેની વધતી અસરને કારણે નિષ્ણાતોએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યકત કરવાનું શ કયુ છે. આ ખાસ કરીને બાળકો અને કિશોરોની માનસિક સ્થિતિ પર ખતરનાક અસર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાએ હવે મોટો નિર્ણય લીધો છે. તેણે એક બિલ પસાર કયુ છે જેના હેઠળ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબધં લગાવી શકાય છે.
નીચલા ગૃહમાં રજૂ કરાયેલા બિલને ઘણા મોટા પક્ષોએ સમર્થન આપ્યું છે. હવે આ અંતર્ગત ટિકટોક, ફેસબુક, સ્નેપચેટ, રેડિટ,એકસ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર નાના બાળકોના એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવશે. ઉપરાંત, જો આ પ્લેટફોર્મ આમ કરવામાં નિષ્ફળ જાય છે, તો ૫૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (૩૩ મિલિયન) સુધીનો દડં લાદવામાં આવશે.
બિલની વિદ્ધમાં ૧૩ વોટ પડા હતા યારે તરફેણમાં ૧૦૨ વોટ પડા હતા. યારે વધુ મત તરફેણમાં આવ્યા ત્યારે કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જો આ અઠવાડિયે બિલ કાયદો બની જાય છે, તો પ્લેટફોમ્ર્સને વય પ્રતિબધં કેવી રીતે લાદવો તે અંગે કામ કરવા માટે એક વર્ષ આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કોઈ દડં વસૂલવામાં આવશે નહીં.
વિપક્ષી સાંસદ ડેન તેહાને સંસદમાં જણાવ્યું હતું કે સરકાર સેનેટમાં સુધારા સ્વીકારવા સંમત થઈ છે જે ગોપનીયતા સુરક્ષાને મજબૂત કરશે. પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ સહિત સરકાર દ્રારા જારી કરાયેલ ઓળખ દસ્તાવેજો પ્રદાન કરવા માટે યુઝર્સને દબાણ કરવાની મંજૂરી પ્લેટફોર્મને આપવામાં આવશે નહીં. પ્લેટફોમ્ર્સ પણ સરકારી સિસ્ટમો દ્રારા ડિજિટલ ઓળખની માંગ કરી શકતા નથી. તેણે આગળ કહ્યું કે શું આ યોગ્ય હશે? ના. પરંતુ શું કોઈ કાયદો યોગ્ય છે? ના તે નથી પરંતુ જો તે મદદ કરે છે, ભલે તે માત્ર નાની રીતે મદદ કરે પણ તે લોકોના જીવનમાં ઘણો ફરક લાવશે.' કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડ કહે છે કે સેનેટ આજે બિલ પર ચર્ચા કરશે. મંગળવાર અને બુધવારની ચર્ચા દરમિયાન સરકાર અથવા વિપક્ષ સાથે જોડાયેલા ન હોય તેવા ધારાસભ્યો કાયદાની સૌથી વધુ ટીકા કરતા હતા. તેમનું માનવું હતું કે આ કાયદો કામ કરશે નહીં. તમામ ઉંમરના યુઝર્સ માટે ગોપનીયતાના જોખમો સર્જશે અને તેમના બાળકો માટે શ્રે શું છે તે નક્કી કરવાનો માતાપિતાનો અધિકાર છીનવી લેશે. ટીકાકારો એવી પણ દલીલ કરે છે કે પ્રતિબધં બાળકોને અલગ પાડી દેશે. બાળકોને ડાર્ક વેબ પર લઈ જઈને સોશિયલ મીડિયાના સકારાત્મક પાસાઓથી તેમને વંચિત રાખશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application