મોરબીના લાલપર પાસે બાઇક ચાલકે કાબૂ ગુમાવતા ચાલકનું મોત

  • March 20, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના લાલપર નજીક પાવર હાઉસ બાજુમાં મોટર સાઈકલના ચાલકે પોતાનું મોટર સાઈકલ પુર ઝડપે ચલાવીને કાબુ ગુમાવી દેતા ડીવાઈડર સાથે અથડાયું હોય અને થાંભલા સાથે પણ અથડાતા ચાલકને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો અન્યને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સરતાનપર ગામની સીમમાં આવેલ એમસર ટાઈલ્સ નામના કારખાનામાં રહેતા સુરજભાઈ બિરેનભાઈ સેન એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૦૯ના  રાજેશભાઈ ધીરેનભાઈ સેન પોતાનું મોટર સાઈકલ આર જે ૧૮ એફએસ ૮૭૪૬ લઈને હાઈવે રોડ પર પુર ઝડપે જતો હોય દરમિયાન લાલપર ગામ નજીક પાવર હાઉસ પાસે પહોચતા મોટર સાઈકલ પરથી કાબુ ગુમાવી દેતા મોટર સાઈકલ રોડની વચ્ચે આવેલ ડીવાઈડર સાથે તથા તેની બાજુમાં ખોડેલ થાંભલા સાથે અને ડિવાઈડરની વચ્ચે આવેલ લોખંડની જાળી સાથે ભટકાડી પોતે પોતાને શરીરે ગંભીર ઈજા પહોચાડતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું તો પાછળ બેઠેલ અવિનાશકુમાર સુલોસિંહને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application