મીઠાપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર યુવાનનું મૃત્યુ

  • December 20, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીઠાપુર નજીકના આરંભડા વિસ્તારમાં નાગેશ્વર તરફ જતા રસ્તે જી.જે. 10 સી.ડી. 6951 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા રવિભાઈ કાનાભાઈ નકુમ નામના યુવાનના બુધવારે સાંજના સમયે મોટરસાયકલ સાથે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા ફોર વ્હીલર ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા બાઈક સવાર રવિભાઈ નકુમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને આરોપી પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૂળ ખાખરડા ગામના અને હાલ મીઠાપુર ટાઉનશિપમાં રહેતા દર્પણભાઈ પ્રેમજીભાઈ પરમાર (ઉ.વ. 40) ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે અજાણ્યા ફોર વ્હીલર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, પી.એસ.આઈ. દેવ વાંઝા દ્વારા આરોપી વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


ખંભાળિયામાં પીધેલો કાર ચાલક ઝડપાયો

ખંભાળિયા જામનગર હાઈવે પર આવેલી પ્લેટિનમ હોટલ પાસેથી ગત સાંજે કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. પાંચ લાખની કિંમતની ક્રેટા મોટરકાર લઈને નીકળેલા હંસ્થળ ગામના પ્રવીણ હમીરભાઈ લાંબરીયા નામના નામના 34 વર્ષના શખ્સને પોલીસે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.


ઓખાના માછીમાર સામે ફિશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી

ઓખામાં કનકાઈ જેટી પાસેના દરિયામાં માછીમારી કરવા માટે લેવામાં આવેલા ટોકનમાં જણાવેલા માણસો પૈકી એક વ્યક્તિ ઓછો લઈ જઈ અને ગુજરાત ફિશરીઝ એક્ટનું ઉલ્લંઘન કરતા અમરેલી જિલ્લાના જાફરાબાદ ગામના રહીશ કુડલીયા મોહમદ ઇસ્માઈલભાઈ નામના 34 વર્ષના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application