બિહારે જાતિ આધારિત વસતી ગણતરીના આંકડા કર્યા જાહેર: ૩૬ ટકા અતિ પછાત

  • October 02, 2023 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિહારમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા જાતિ ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. નીતીશ સરકારના આ પગલાને કારણે ઘણા રાજકીય પક્ષોને તેમની રણનીતિ બદલવી પડી શકે છે. સરકારી અહેવાલ મુજબ, બિહારમાં વસ્તી ૩૬ ટકા અત્યતં પછાત, ૨૭ ટકા પછાત વર્ગ, ૧૯ ટકાથી થોડી વધુ અનુસૂચિત જાતિ અને ૧.૬૮ ટકા અનુસૂચિત જનજાતિ છે.પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે બિહાર સરકારે જાતિ ગણતરી પૂર્ણ કરી લીધી છે. મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓએ તેનો રિપોર્ટ જાહેર કર્યેા. બિહાર સરકારે જણાવ્યું છે કે રાયમાં વસ્તી ૧૩ કરોડથી વધુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જાતિ આધારિત ગણતરીમાં કુલ વસ્તી ૧૩ કરોડ ૭ લાખ ૨૫ હજાર ૩૧૦ છે.


બિહાર સરકાર વતી મુખ્ય સચિવ અને વિકાસ કમિશનર વિવેક સિંહે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે બિહારમાં ઉચ્ચ જાતિઓની સંખ્યા ૧૫.૫૨ ટકા, ભૂમિહારની વસ્તી ૨.૬૮ ટકા, બ્રાહ્મણની વસ્તી ૩.૬૬ ટકા, કુર્મીની વસ્તી ૨.૮૭ ટકા, મુસહરની વસ્તી ૩ ટકા, યાદવની વસ્તી ૧૪ ટકા અને રાજપૂતની વસ્તી ૩.૪૫ ટકા છે. તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહત્પલ ગાંધીએ મધ્યપ્રદેશમાં જાતિ ગણતરીનું પત્તું નાખ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશની સામે એકમાત્ર મુદ્દો જાતિ વસ્તી ગણતરી છે. કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી, અમે સૌથી પહેલું કામ જાતિની વસ્તી ગણતરી કરીશું. રાહત્પલે એમ પણ કહ્યું હતું કે આ કામ કોંગ્રેસ સરકારે કયુ છે. ડેટા સરકાર પાસે છે, પરંતુ નરેન્દ્ર મોદી આ ડેટા તમારી સાથે શેર કરવા માંગતા નથી. રાહત્પલે કહ્યું કે યારે હત્પં પ્રશ્ન પૂછું છું કે દેશમાં કેટલા દલિત, ઓબીસી, આદિવાસીઓ અને રજપૂતો છે તો તેનો જવાબ કોઈ આપી શકતું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application