ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(ગુજકોસ્ટ) દ્વારા ભારતની સૌથી મોટી જઝઊખ (જઈઈંઊગઈઊ,ઝઊઈઇંગઘકઘૠઢ,ઊગૠઈંગઊઊછઈંગૠ ખઅઝઇંઊખઅઝઈંઈજ) ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જઝઊખ ક્વિઝ માટેના મોક ટેસ્ટ રાઉન્ડ અને પ્રિલીમરી રાઉન્ડ ઓનલાઈન લેવામાં આવ્યા હતા. ત્યાર બાદના ઝોનલ લેવલ જઝઊખ ક્વિઝ નું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં ભાવનગર, બોટાદ, અમરેલી અને ગીરસોમનાથ ના તમામ તાલુકા માંથી કુલ ૩૨ તાલુકા ના ૩૨૦ વિદ્યાર્થીઓ, તાલુકા કોર્ડીનેટર અને ઈજઈકોર્ડીનેટર સાથે આરએસસી ભાવનગર ખાતે ની ઝોનલ લેવલ ની જઝઊખ ક્વિઝ માં ભાગ લીધો. ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓ ને સર્ટિફિકેટ તથા ઇનામો આપવામાં આવ્યા. જેમાંથી તાલુકાવાર ટોપ ૪ વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી, જે ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશનલ લેવલ માં ભાગ લેશે. ફાયનલ વિજેતા ને રૂપિયા ૨ કરોડ સુધીના ઇનામો આપવામાં આવશે.
ઝોનલ લેવલ જઝઊખ ક્વિઝ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જીતુ વાઘાણી, ધારાસભ્ય, ભાવનગર (પશ્ચિમ) તથા સુજીત કુમાર, ઈંઅજ કમિશનર , ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાસ ઉપસ્થિત રહ્યા. અતિથિ વિશેષ તરીકે ડો. ગિરીશભાઈ વાઘાણી, ડાયરેક્ટર , સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલ, ભાવનગરપધારેલ હતા.
ગુજરાત સરકારના આવા કાર્યક્રમ થી રાજ્ય ના બાળકો ને એક નવું પ્લેટફોર્મ મળે છે, નવી તક ઊભી થાય છે. જઝઊખ (જઈઈંઊગઈઊ, ઝઊઈઇંગઘકઘૠઢ,ઊગૠઈંગઊઊછઈંગૠ ખઅઝઇંઊખઅઝઈંઈજ) ભણતર ના દરેક તબક્કે ઉપયોગી બની રહે છે સાથો સાથ ભવિષ્યના કારકિર્દી માટે નવા દરવાજા ખોલી શકે છે.ભાવનગર જિલ્લા ના આંગણે આવા કાર્યક્રમ થી જિલ્લા ના બાળકો તથા આજુબાજુ ના જિલ્લા ના બાળકો પણ આનો લાભ લઈ શકે છે. તે અંગે જીતુ વાઘાણી તથા અન્ય મહેમાનો એ બાળકોને માર્ગદર્શન આપ્યું અને બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો.
જઝઊખ-ક્વિઝએગુજરાત સરકાર નો એક યુનિક પ્રોગ્રામ છેજેમાં ધોરણ ૯ થી ૧૨ ના કોઈ પણ શિક્ષણ બોર્ડ ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. જઝઊખ-ક્વિઝઅનૌ પચારિક વિજ્ઞાન શિક્ષણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેનાથી દરેક વિદ્યાર્થીના શિક્ષણમાં નોંધપાત્ર શૈક્ષણિક મૂલ્યપણ ઉમેરાય છે.ગુજરાત જઝઊખ-ક્વિઝનું વિઝન વિદ્યાર્થીઓમાં જઝઊખ પ્રત્યે રસ અને રુચિ કેળવાય તે છે. આ ક્વિઝનો ઉદ્દેશ યુવા પેઢીને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રો માં આગળ વધવા માટે ની પ્રેરણાપૂરી પાડવાનો છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર, વિજ્ઞાનને લગતી જુદી જુદી ૫ થીમ બેઈઝ ગેલેરીઓ ધરાવે છે. તદુપરાંત લોકો માં વૈજ્ઞાનિક શિક્ષણ અને વિજ્ઞાન પ્રત્યે જાગરૂકતા વધારવામાં મહત્વ ની ભૂમિકા ભજવી રહ્યું છે. શાળા ના વિદ્યાર્થીઓ માં સાયન્ટીફીક એપ્રોચ કેળવાય તે હેતુ થી વિવિધ પ્રવૃતિઓ, લાઇવ ડેમોન્સ્ટ્રેશન, સાયન્ટીફીક એક્સપેરીમેન્ટ, જઝઊખ લર્નિંગ, વર્કીંગ મોડેલ્સ તથા ઘણા બધા રાજ્ય સ્તરીય કાર્યક્રમો યોજવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટરભાવનગર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech