રિયાલિટી શો બિગ બોસ 16 ના વિજેતા એમસી સ્ટેનના ચાહકોને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે રેપરના ગુમ થયેલા પોસ્ટરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. એમસી સ્ટેનના ગુમ થયેલા પોસ્ટરો મહારાષ્ટ્રથી લઈને ગુજરાતમાં લગાવવામાં આવ્યા છે. આ સમયે તે ક્યાં એ અંગે લોકો ચિંતિત છે.
જ્યારથી જાણીતા રેપર એમસી સ્ટેન વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ સિઝન 16નો વિજેતા બન્યો છે, ત્યારથી તે કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. જો કે તે સોશિયલ મીડિયા પર વધુ પોસ્ટ શેર કરતો નથી પણ જ્યારે તે કરે છે ત્યારે તેના ચાહકો ચિંતિત થઈ જાય છે. હૃદયદ્રાવક ઇમોજીસ સાથે પીડા વ્યક્ત કરવાથી માંડીને બ્રેકઅપની જાહેરાત કરવા સુધી, એમસી સ્ટેનની પોસ્ટ્સ ચાહકોને આશ્ચર્યચકિત કરવા માટે પૂરતી છે.
સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે, તે છે ગુમ થયેલા એમસી સ્ટેનના પોસ્ટર. અત્યારે ઇન્ટરનેટ પર આખી ચર્ચા રેપરના ગુમ થયા અંગેની છે. ચાહકો સ્ટેન માટે ચિંતિત છે.
એમસી સ્ટેન ગુમ થઈ ગયો?
ચાહકો સોશિયલ મીડિયા પર ગુમ થયેલ એમસી સ્ટેનના પોસ્ટર શેર કરી રહ્યા છે. રેપરના ગુમ થયેલા પોસ્ટરો વાહનો, દિવાલો, ઓટો અને થાંભલાઓ પર લગાવવામાં આવ્યા છે. સ્ટેનના ગુમ થયેલા પોસ્ટર માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ પનવેલ, નાસિક, સુરત, અમરાવતી અને નાગપુરમાં પણ લાગેલા છે. પોસ્ટરમાં એમસી સ્ટેનનો ફોટો છે અને તેની ઉપર લખેલું છે, "ગુમ થયેલની તલાશ માટે " નીચે નામ અને ઉંમર દર્શાવેલ છે.
બિગ બોસ 16ના વિજેતાના ગુમ થવાના પોસ્ટર જોઈને ચાહકો ચોંકી ગયા છે. યુઝર્સનું કહેવું છે કે આ પોસ્ટર્સ કદાચ ફેન્સ દ્વારા લગાવવામાં આવ્યા છે, કારણકે તેઓ લાંબા સમયથી સોશિયલ મીડિયાથી દૂર છે. એક યુઝરે કહ્યું, "આલ્બમ આવવાનું છે." એકે કહ્યું "આ પાગલ છે." અન્ય યુઝરે લખ્યું, "કદાચ જૂના સ્ટેનને શોધી રહ્યાં છે."
એમસી સ્ટેનની છેલ્લી પોસ્ટ
એમસી સ્ટેન દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવેલી છેલ્લી પોસ્ટ 2 સપ્ટેમ્બર, 2024 ના રોજ હતી. આ વીડિયો તેના કોન્સર્ટનો હતો. ઇન્સ્ટાગ્રામ પર તેના 10.9 મિલિય
ન ફોલોઅર્સ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલેકટર કચેરીમાં ૧૦૦ કેસની સુનાવણી માટે મળનારી લેન્ડ ગ્રેબિંગ કમિટીની મિટિંગ મોકૂફ
February 25, 2025 03:21 PMઅગ્નિ કાંડના આરોપીઓ રોહિત વિગોરા અને મહેશ રાઠોડની જામીન અરજી રદ
February 25, 2025 03:19 PMકોઠારીયામાં ૫.૭૩ કરોડના ખર્ચે ડીઆઇ લાઇન નેટવર્કનું દંડક મનિષ રાડિયાના હસ્તે ખાતમુહર્ત
February 25, 2025 03:10 PMરિલાયન્સ મોલમાં મ્યુનિ.ફડ બ્રાન્ચ ત્રાટકી ગોળ અને ખજૂર સહિતના સેમ્પલ લેવાયા
February 25, 2025 03:09 PMકાલે કોર્ટમાં જતો નહીં નહીંતર રોડ ઉપર જ ભૂસી નાખીશ: પ્રૌઢને ધમકી
February 25, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech