આપ નેતા મનીષ સિસોદિયાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જેમાં સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મનીષ સિસાદિયાએ પોતાના એકસ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે કોર્ટનો આભાર વ્યકત કર્યેા હતો.
સિસોદિયાએ લખ્યું કે માનનીય સુપ્રીમ કોર્ટનો હૃદયપૂર્વક આભાર, જેણે જામીનની શરત દૂર કરીને રાહત આપી છે. આ નિર્ણય માત્ર ન્યાયતંત્રમાં મારો વિશ્વાસ વધુ મજબૂત બનાવતો નથી પરંતુ આપણા બંધારણીય મૂલ્યોની મજબૂતાઈ પણ દર્શાવે છે. હત્પં હંમેશા ન્યાયતત્રં અને બંધારણ પ્રત્યેની મારી ફરજોનું સન્માન કરીશ.
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સિસોદિયાએ જામીનની શરતોમાં છૂટછાટની માંગ કરી હતી. દિલ્હી એકસાઇઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટ્રાચાર અને મની લોન્ડરિંગના કેસમાં તેમની જામીન શરતોના ભાગ પે, સિસોદિયાને અઠવાડિયામાં બે વાર તપાસ અધિકારી સમક્ષ હાજર થવું પડે છે.
સિસોદિયા તરફથી હાજર રહેલા વરિ વકીલ અભિષેક સિંઘવીએ જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યેા હતો. ખંડપીઠે ૧૧ ડિસેમ્બરે લિસ્ટિંગ માટે સંમતિ દર્શાવી હતી. ૯ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી એકસાઇઝ પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં સિસોદિયાને જામીન આપ્યા હતા.
સિંઘવીએ સિસોદિયાની અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. તેણે દર સોમવાર અને ગુવારે તપાસ અધિકારીને જાણ કરવાની રહેતી જામીનની શરતમાં છૂટછાટ માંગી હતી. આ વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે વરિ આપ નેતાને જામીન આપ્યા હતા કે કથિત એકસાઇઝ પોલિસી કેસમાં ટ્રાયલ વહેલી તકે પૂર્ણ થવાની આશામાં તેમને અનિશ્ચિત સમય માટે જેલના સળિયા પાછળ રાખી શકાય નહીં.
સિસોદિયાની જામીન અરજીઓ પર ચુકાદો આપતી વખતે જસ્ટિસ ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે હાલના કેસમાં ઇડી તેમજ સીબીઆઈ કેસમાં ૪૯૩ સાક્ષીઓના નામ છે અને આ કેસમાં હજારો પાનાના દસ્તાવેજો અને એક લાખથી વધુ પાનાના ડિજિટાઇડ દસ્તાવેજો સામેલ છે. આથી તે સ્પષ્ટ્ર છે કે નજીકના ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થવાની કોઈ દૂરની શકયતા નથી. અમારા મતે ટ્રાયલ ઝડપથી પૂર્ણ થવાની આશામાં અપીલકર્તાઓને અનિશ્ચિત સમય માટે જેલના સળિયા પાછળ રાખવા યોગ્ય નથી. બંધારણની કલમ ૨૧ હેઠળ આપવામાં આવેલ સ્વતંત્રતાના મૂળભૂત અધિકારને વંચિત કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech