ભારતમાં UPI પેમેન્ટનો ઝડપથી ઉપયોગ વધી રહ્યો છે. જો UPI પેમેન્ટ કરો છો તો તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. 4ઠ્ઠી ઓગસ્ટે UPI કામ કરશે નહીં. જો કે આ ફક્ત HDFC બેંકના યુઝર્સ માટે છે. બેંક દ્વારા સુનિશ્ચિત ડાઉનટાઇમ ચેતવણી જારી કરવામાં આવી છે. પરંતુ આ માટે સમય નક્કી કરવામાં આવ્યો છે.
બેંક દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, સિસ્ટમ મેન્ટેનન્સનું કામ સવારે 12:00 થી 03:00 વાગ્યા સુધી કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન તમામ ઓનલાઈન પેમેન્ટ બંધ રહેશે. તેનું અંતરાલ 180 મિનિટનું હશે. આનો અર્થ છે કે લગભગ 3 કલાક સુધી UPI પેમેન્ટ કરી શકશો નહીં. તેનાથી તમામ બેંક યુઝર્સને અસર થશે. આ સમયગાળા દરમિયાન બચત અને ચાલુ ખાતા ધારકો બંને વ્યવહારો કરી શકશે નહીં. આમાં ઘણી થર્ડ પાર્ટી એપ્સની ઍક્સેસ પણ સામેલ છે.
આ એપ્સ થશે પ્રભાવિત
સર્વિસ દરમિયાન તેની અસર અન્ય એપ્સ પર પણ પડશે. જેની મદદથી યુઝર્સ UPI પેમેન્ટ કરે છે. તેમાં HDFC મોબાઈલ બેન્કિંગ એપ, GPay, WhatsApp Pay, Paytm, શ્રીરામ ફાઈનાન્સ અને Mobikwikનો સમાવેશ થાય છે. જો કે POSની મદદથી કરવામાં આવેલા વ્યવહારો પર કોઈ અસર થશે નહીં અને તેનો સરળતાથી ઉપયોગ કરી શકશો.
સમયાંતરે કરવામાં આવે છે સિસ્ટમની જાળવણીની કામગીરી
ટેકનિકલ ખામીઓ અને બેંક સંબંધિત અપડેટ્સને કારણે સમયાંતરે સિસ્ટમ મેઈન્ટેનન્સનું કામ કરવામાં આવે છે. આ માટે 3 થી 5 કલાકનો સમય લાગે છે. ત્યારે ગ્રાહકોને બેંક તરફથી અગાઉથી સંદેશ મળે છે કે તે સમય દરમિયાન બેંક સંબંધિત એપ્સ કામ કરશે નહીં અથવા તેમને તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત લેવડદેવડની સમસ્યા પણ ઊભી થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech