બાજપાઈજીની જન્મજયંતિ સુશાસન દિવસ અને વિર બાલ દિવસ સહિત આગામી કાર્યક્રમો અંગે શહેર ભાજપની બૃહદ બેઠક

  • December 25, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગત ૨૬ડિસેમ્બરે  રૂપાણી ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભય ચૌહાણની અધ્યક્ષતામાં વીર બાલ દિવસ નિમિત્તે હ્રદયસ્પર્શી ફિલ્મનું આયોજન કરવામાં આવેલ, જ્યારે આગમી ૨૫ ડિસેમ્બરના રોજ શહેર ભાજપ દ્વારા સુશાસન દિવસ,પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈ ની જન્મજયંતિ તેમજ ૨૬ ડિસેમ્બરના રોજ વિશ્વ બાલ દિવસ મનાવવામાં આવનાર છે, જે અંતર્ગત અધ્યક્ષ અભય ચૌહાણની અધ્યક્ષતામાં તેમજ ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા અને મુખ્ય વક્તા કશ્યપ શુકલની વિશેષ ઉપસ્થિતિમાં શહેર કાર્યાલય ખાતે એક બૃહદ બેઠક મળેલ, જેમાં મેયર ભરત બારડ, શહેર મહામંત્રી અલ્પેશ પટેલ, નરેશ મકવાણા, સ્ટે. કમિટી ચેરમેન રાજુ રાબડીયા, ન. પ્રા. શિ. સમિતિના ચેરમેન નિકુંજ મહેતા, ડે. મેયર મોનાબેન પારેખ, શાસક પક્ષના નેતા કિશોર ગુરુમુખાણી, દંડક ઉષાબેન બધેકા, શહેર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, વોર્ડ સંગઠન, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application