આ રસ્તા પર એસ.ટી. સહિતના નાના મોટા ખાનગી વાહનો પસાર થતા હોય છતા પણ તંત્ર કોઇ કાર્યવાહી કરતુ ન હોવાની રાવ
ભાણવડના રણજીતપરામાં પોલીસ લાઇનથી શરુ થઇ અને રવિરાજ સુધીના માર્ગમાં ઠેર ઠેર નાના મોટા ગાબડા પડી ગયા છે, ગાડા માર્ગમાં ફરેવાયેલા રોડમાં બાઇક ચાલકો અવાર નવાર પડી આખડી જઇ નાની મોટી ઇજાનો ભોગ બને છે ત્યારે સરકારી તંત્ર દ્વારા તાકીદે રોડનું નવીનીકરણ કામ હાથ ધરે એવી માંગણી ઉઠી છે.
ભાણવડ વિસ્તારનાં લોકોને રોડ રસ્તાની સવલત મળવા અંગે સરકારી તંત્ર દ્વારા અન્યાય કરાતો હોવાની રાવ ઉઠી છે. જમેાં ખાસ કરી રણજીતપરાનાં પોલીસ લાઇનથી રવિરાજ સુધીનો હાઇવે માર્ગ દિનપ્રતિદીન બીસ્માર બનતો જાય છે. રસ્તામાં ઠેર ઠેર નાના મોટા ગાબડા પડી ગયા છે. તેમજ ડામરનું અસ્તિત્વ મટી રહ્યું છે. સમગ્ર રોડ ગાડા માર્ગમાં ફેરવાઇ ગયો છે.
ઉપરોકત રોડ ઉપરથી એસ.ટી. સહિતના નાના મોટા વાહન ચાલકોની સતત અવર જવર રહેછે, વળી ખંભાળીયા, પોરબંદર જવા માટે આ રોડનો ઉપયોગ થાય છે. પરંતુ ભંગાર માર્ગથી તમામની મુશ્કેલી વધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુરમાં કચરો સળગાવતી વેળાએ દાઝી જતા મહિલાનું મોત
November 14, 2024 10:28 AMકાલાવડમાં લગ્નની લાલચ આપી તરૂણીનું અપહરણ
November 14, 2024 10:27 AMયાત્રાધામ દ્વારકામાં 12.03 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત
November 14, 2024 10:24 AMચોપાટી પર સફાઈ અભિયાનનું નાટક કરતા નેતાઓ અસ્માવતિઘાટે મહા સફાઈ અભિયાન યોજે
November 14, 2024 10:22 AMગિરનારની પરિક્રમા અંતિમ ચરણમાં, ભાવિકોની સંખ્યામાં અર્ધેાઅર્ધ ઘટાડો
November 14, 2024 10:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech