બજેટમાં હવાઈ સેવા પર મોટી જાહેરાતો થવાની શકયતા, શેર બજાર પર પણ અસર થઈ શકે

  • January 21, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને આગામી બજેટ ૨૦૨૫–૨૬માં આ ક્ષેત્ર માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેમાં ઉડ્ડયન ક્ષેત્ર માટે કેટલીક મોટી જાહેરાતો થવાની અપેક્ષા છે. આ અહેવાલમાં, આપણે એવી સંભવિત જાહેરાતો વિશે વાત કરીશું જે આ ક્ષેત્રને નવી દિશા આપી શકે છે અને શેરબજાર પર પણ અસર કરી શકે છે.પહેલી જાહેરાત ઉડ્ડયન માળખાગત સુવિધાઓમાં રોકાણ અંગે હોય શકે છે. સરકારે પહેલાથી જ સંકેત આપ્યો છે કે, તે એરપોર્ટ અને એરલાઇન સેવાઓમાં મોટાપાયે રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રોકાણ ફકત હાલના એરપોર્ટના વિસ્તરણ માટે જ નહીં પરંતુ નવા એરપોર્ટના નિર્માણ માટે પણ હશે. આનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્ર્રીય લાઇટસની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે.બીજી જાહેરાત નવી એરલાઇનના લાઇસન્સ અંગે હોય શકે છે. વાસ્તવમાં, સરકાર નવી એરલાઇન્સને લાઇસન્સ આપવાનું વિચારી રહી છે, જેનાથી સ્પર્ધા વધશે અને મુસાફરોને સારી સેવાઓ મળશે. આ કારણે, હાલની એરલાઇન્સને પણ તેમના સેવા સ્તરમાં સુધારો કરવાનું વિચારવું પડશે.ત્રીજી જાહેરાત ઉડ્ડયન બળતણ પર કર મુકિત અંગે હોય શકે છે. ઉડ્ડયન ઈંધણ પર કરમુકિત આપવાનો પ્રસ્તાવ પણ ચર્ચા હેઠળ છે. આનાથી એરલાઇન્સના સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, જેનાથી તેઓ ટિકિટના ભાવ સ્પર્ધાત્મક રાખી શકશે.ચોથી જાહેરાત સુરક્ષા અને તકનીકી સુધારાઓ પર હોય શકે છે. સુરક્ષા મજબૂત કરવા અને નવી ટેકનોલોજી અપનાવવા માટે બજેટમાં ભંડોળની જાહેરાત કરવામાં આવી શકે છે. આનાથી માત્ર સલામતી જ નહીં વધે પણ હવાઈ મુસાફરીનો અનુભવ પણ સુધરશે.પાંચમી જાહેરાત ડિજિટલાઇઝેશન અને સ્માર્ટ એરપોર્ટ પર હોય શકે છે. હકિકતમાં, સરકાર સ્માર્ટ એરપોર્ટના વિકાસ પર ભાર મૂકી શકે છે, જેમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી મુસાફરોને અનુકૂળ મુસાફરીનો અનુભવ મળશે.આ સંભવિત જાહેરાતોની સીધી અસર ઉડ્ડયન ક્ષેત્રની કંપનીઓના શેર પર પડી શકે છે. જો બજેટમાં સકારાત્મક જાહેરાતો થાય છે તો ઇન્ડિગો, સ્પાઇસજેટ અને એર ઇન્ડિયા જેવી કંપનીઓના શેરમાં વધારો જોવા મળી શકે છે. નિષ્ણાંતો માને છે કે, જો સરકાર ઉડ્ડયન ઈંધણ પર કરમુકિત આપવાનો નિર્ણય લે છે તો તેનાથી એરલાઇન્સનો નફો વધી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application