શહેરમાં દારૂબંધીની ધજ્જીયા ઉડાવતો એક વીડિયો ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક શખસ જાહેરમાં બોટલ કાઢી કોઈપણ પ્રકારના ડર વગર જાહેરમાં જ પેગ લગાવતો હોવાનું નજરે પડ્યું હતું.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને લઈ શહેર પોલીસ એકશનમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ના આદેશના પગલે આજરોજ વહેલી સવારે 5 થી 9 વાગ્યા સુધી અલગ-અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત શહેરભરની પોલીસ દ્વારા પ્રોહીબિશન વિરોધી ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં પોલીસ દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડી હતી અને અંદાજિત 60 થી વધુ કેસ કયર્નિું જાણવા મળ્યું છે
દારૂબંધી હોવાછતાં શહેરમાં છાનાખૂણે દારૂની મહેફિલો મંડાતી હોય છે. પરંતુ છેલ્લા થોડા સમયથી મદિરાપાન કરનારાઓને પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ ચોરી છૂપીથી નહીં પરંતુ જાહેરમાં દારૂની મહેફિલ મંડાતી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થોડા સમય પૂર્વે થોરાળામાં જાહેરમાં દારૂની મહેફિલના દ્રશ્યો સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
દરમિયાન ગઈકાલે શહેરના મવડી ચોક પાસેના વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક શખસ જાહેરમાં બોટલ કાઢી દારૂ પીતો હોય તેવું નજરે પડ્યું હતું જેને લઇ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. દરમિયાન આજરોજ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચના હેઠળ વહેલી સવારે 5:00 વાગ્યાથી શહેરભરની પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી.જેમાં પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ પર ધોસ બોલાવી હતી.શહેરના પંકાયેલા વિસ્તારો લોહાનગર મફતિયાપરા, કીટીપરા, રૈયાધાર, કુબલિયાપરા, ચુનારાવાડ સહિતના વિસ્તારો કે જ્યાં દેશી દારૂની બદી વ્યાપક પ્રમાણમાં હોય પોલીસે આ સહિતના સ્થળોએ સવારથી જ દરોડાઓનો દોર શરૂ કર્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તમામ એસીપી અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઇની હાજરીમાં પીએસઆઇ અને પોલીસ સ્ટાફ દ્વારા સવારના 5:00 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી ચાલેલી આ ડ્રાઇવ દરમિયાન દેશી વિદેશી દારૂના 60 થી વધુ કેસ કયર્િ હોવાનું માલુમ પડ્યું છે. દારૂના ધંધાર્થી ઉપર પોલીસની આ કડક કાર્યવાહીને લઈ દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બીજી તરફ શેરીજનોમાં એવી પણ ચચર્િ થઈ રહી છે કે પોલીસ દ્વારા આવી ડ્રાઇવ સમયાંતરે યોજાવી જોઈએ જેથી કરીને દારૂની આ બધી અટકાવી શકાય.
ક્યા પોલીસ સ્ટેશને કેટલા કેસ કર્યા ?
વહેલી સવારે યોજાયેલી પ્રોબિશનની દરમિયાન એ ડિવિઝન પોલીસે 9, બી ડિવિઝન પોલીસે 5, ભક્તિનગર પોલીસે 5, તાલુકા પોલીસે 6,કુવાડવા રોડ પોલીસે 10, ગાંધીગ્રામ પોલીસે 6, એરપોર્ટ પોલીસે 5, માલવીયાનગર પોલીસે 4, આજીડેમ પોલીસે 9 સહિત 60 થી વધુ કેસ કરવામાં આવ્યા છે.
જાહેરમાં પેગ લગાવનારને પોલીસે ઝડપી કાયદાનું ભાન કરાવ્યું
ગઈકાલે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો જેમાં એક શખસ જાહેરમાં દારૂની બોટલ કાઢી દારૂના પેગ લગાવતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. જેને લઇ પોલીસે તપાસ શરૂ કરતા આ વિડીયો મવડી ચોકડી પાસે હોવાનું માલુમ પડતાં તાલુકા પોલીસના સ્ટાફે તપાસ કરી જાહેરમાં દારૂના પેગ લગાવનાર હરેશ ઉર્ફે મિથુન માવજીભાઈ મુરાસીયા (ઉ.વ 58 રહે. પૂનમ સોસાયટી, ઓમનગર સર્કલ) ને પોલીસે ઝડપી લઈ તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech