અંધશ્રદ્ધાના નામે ભુવા મહિલાઓ સાથે દુષ્કર્મ આચરતા હોવાની ઘટનાઓ ગુજરાતમાં અવારનવાર બની રહી છે. ત્યારે વડોદરા જિલ્લાના માંજરોલ ગામે આવો જ એક ચોંકાવનારી ઘટના બની છે. ગામમાં રહેતા ભુવાના પુત્રએ એક મહિલાના ઘરમાં જઈ મેલી વિદ્યા કરીને મારી નાખવાની ધમકી આપી મહિલા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. અંતે કંટાળીને પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી ભુવા પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
મારા પતિ અને સાસુ આવે ત્યારે આવજો તેમ કહ્યું હતું
મળતી માહિતી મુજબ, 30 વર્ષની મહિલાએ શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, 17 નવેમ્બર, 2024ના રોજ સવારે માંજરોલ ગામમાં રહેતો ભુવો કાળુ ઉર્ફે કાંતિભાઈ રાવજીભાઈ પાવાનો પુત્ર જયદીપ મારા ઘરે આવ્યો હતો. અમે મકાન બાંધવા માટેની બાધા રાખી હોવાથી જયદીપે ઘેર આવી બાધા પૂરી કરવાનું જણાવ્યું હતું. આ વખતે પતિ તેમજ ઘરના સભ્યો ઘેર નહીં હોવાથી મેં જયદીપને બાધા અંગે મને ખબર ના પડે એટલે મારા પતિ અને સાસુ આવે ત્યારે આવજો તેમ કહ્યું હતું.
ભુવાના પુત્રની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા
જયદીપે વાત સાંભળી ન હતી અને ઘરમાં અંદર આવીને દરવાજો બંધ કરી દીધો હતો . ત્યારબાદ તેણે કહ્યું હતું કે, આપણે પતિ-પત્નીના સંબંધ બાંધવા પડશે અને તું મારી સાથે પતિ-પત્નીના સંબંધ નહીં બાંધે તો તારા પતિને જાદુ ટોણા-મેલી વિદ્યા કરીને મારી નાખીશ અને સમાજમાં બદનામ કરી નાખીશ.. તેવી ધમકી આપી ઘરમાં જ દુષ્કર્મ આચાર્યું હતું. ત્યારબાદ જયદીપ ધમકી આપતો હતો અને તેના ઘરની નજીક એક અવાવરું જગ્યા પર બોલાવી દુષ્કર્મ ગુજારતો હતો. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે સિનોર પોલીસે દુષ્કર્મ ગુજારનાર ભુવાના પુત્રની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PM‘પાકિસ્તાન 4 ભાગમાં વહેંચાઈ જશે, POK પર દાવો કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ નથી’
April 29, 2025 05:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech