બે વર્ષથી ટલ્લે ચડાવેલ ભૂવા-ધાર ગામના માર્ગનું કરાયું ભૂમિપૂજન

  • March 04, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારમાંથી જોબ નંબર આવી ગયા બાદ અટકી પડેલા કામોની અગ્રતા અને વિકાસની હરણફાળ ભરવામાં હંમેશા અગ્રેસર રહેનાર ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા ૬ કરોડ ૨૦ લાખના ખર્ચે ૮ કિલોમીટરના રોડનું ભૂમિપૂજન સાંસદ અને ધારાસભ્ય કસવાળાના હસ્તે કરવામાં આવ્યું હતું. છેલ્લ ા બે વર્ષથી સાવરકુંડલાના ભુવા-ધાર ગામનો નોન પ્લાન રોડ મંજૂર થઈ ગયા બાદ અમુક વિધનસંતોષીઓ દ્વારા આ માર્ગ ચાલુ કરવામાં હવનમાં હાડકા નાખ્યા હતા.  ધારાસભ્ય મહેશભાઈ કસવાળા એ ખોરંભે ચડેલ માર્ગ સુંદર અને રળિયામણા સાથે આજુબાજુના ૧૦ ગામડાઓ માટે આશીર્વાદરૂપ માર્ગ બને તે માટે ૮ કિલોમીટરના માર્ગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા ભાજપના પ્રમુખ જીવનભાઈ વેકરીયા, જિલ્લ ા પંચાયત સદસ્ય અને લોકસભાના સંયોજક પુનાભાઈ ગજેરા, સાવરકુંડલા એપીએમસીના ચેરમેન દિપકભાઈ માલાણી, રાણાભાઈ રાદડીયા, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, લલીતભાઈ બાળધા, મહેશભાઈ ભાલાળા, વિપુલભાઈ શિંગાળા, ચેતનભાઈ માલાણી, અતુલભાઈ રાદડીયા અને જયેશભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application