ભોળાનાથને પહેલા જળાભિષેક કરવા કહ્યું હું IPS છું, પુજારીએ બોલાવી પોલીસ

  • August 09, 2024 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભગવાન શંકરના સૌથી પ્રિય ગણાતા શ્રાવણ મહિનામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. ભગવાન શિવના દર્શન કરવા અને જળાભિષેક  કરવા માટે ભક્તો વિવિધ યુક્તિઓ અપનાવે છે. આ દરમિયાન મુઝફ્ફરપુરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે.


શ્રાવણ મહિનામાં ભોળાનાથના દર્શન કરવા અને જળાભિષેક કરવા ભક્તો કતારોમાં ઉભા હતા. તે દરમિયાન ત્યાં પહોંચેલા યુવકે પહેલા જળાભિષેક કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ દરમિયાન પૂજારીને પણ હેરાન કરવાનો પ્રયાસ હતો. યુવક પોતે IPS અધિકારી હોવાનો દાવો કરીને તે પૂજારીને જળાભિષેક કરવા કહ્યું. પરંતુ યુવકની હરકતો જોઈને પૂજારીને શંકા ગઈ હતી. પૂજારીએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને યુવકની પૂછપરછ કરતાં તેનો અસલી ચહેરો સામે આવ્યો હતો.


મુઝફ્ફરપુરના પોલીસ અધ્યક્ષકે કહ્યું કે, આરોપી પાસેથી એવું કંઈ મળ્યું નથી કે જેના પર IAS અધિકારી કે કોઈ પોસ્ટ લખવામાં આવી હોય. યુવકને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે મંદિરના પૂજારી અને પોલીસની માફી માંગવાનું શરૂ કર્યું. યુવકે પોતાની ભૂલ કબૂલ કર્યા બાદ પીઆર બોન્ડ ભર્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News