પોરબંદરના ઈનર વ્હીલ કલબ દ્વારા શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકોનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.
ઈનર વ્હીલ ઇન્ડિયા લિટરસી મિશન અંતર્ગત ચમ ઈગ્લીશ અને ગુજરાતી માધ્યમના પ્રિન્સીપાલ અને કલબના પાસ્ટ પ્રેસિડેન્ટ સુનયના ડોગરા, એચ.ઓ.ડી. હિના મેઘનાથી, વંદના ગોહેલ, હિના બરીદુન,માધુરી મોતીવરસ, પંકજ ભાદરકા, કપિલ લાખાણીએ બધા જ તજજ્ઞ શિક્ષકોનું સર્ટિફિકેટ અને ઈનર વ્હીલ લોગોવાળી બેગ જેનો પ્લાસ્ટિક જાગૃતિ માટે આપી અભિવાદન કરવામાં આવ્યુ હતુ.સાથે રામક્રિષ્ન મિશનમાં માનદ સેવા આપતા જ્યોતિ સોનેજી,ભરત વાઘ,અમિત જગતિયાને પણ સર્ટિફિકેટ અને ઇનરવ્હીલ લોગોવાળી બેગ આપી અભિવાદન કરવામાં આવ્યુ હતુ.સાથે જ કલબના પાસ્ટ પ્રેસિડેન્ટ જ વાડિયા જે ઘણા વર્ષોથી આર્ષ સંદયા ગુરુકુલ પોરાઇ મંદિરના બાળકોને ઈંગ્લીશ ભણાવવા માટે માનદ સેવા આપે છે એમનું પણ સર્ટિફિકેટ આપી અભિવાદન કરવામાં આવ્યુ હતુ.પ્રેસિડેન્ટ દીપા દત્તાણીએ ભવિષ્યના નાગરિકો માટેના સાચા રાહબર,માર્ગદર્શક, કેળવણીકાર શિક્ષકોને અભિનંદન આપી ઋણ સ્વીકાર વ્યક્ત કર્યો હતો.પ્રોજેક્ટ ચેરમેન પી.પી. હંસા ગોહેલ,પી.પી. ઈલા ઠક્કર,પી.પી.મીના મજીઠીયા,પલ ઠકરાર,પા હાથી,કાજલ માવાણી હાજર રહી શિક્ષકોની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસફેદ કે લાલ? કઈ ડુંગળીનો ઉપયોગ વધુ ફાયદાકારક?
January 23, 2025 12:06 PMજામનગરમાં રીવરફ્રન્ટને આડે આવતા તમામ ગેરકાયદે બાંધકામો દુર કરાશે: કમિશ્નર
January 23, 2025 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech