ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં હવામાં ફાયરિંગ થયાની ઘટના બની હતી. ગારિયાધાર તાલુકાના ભંડારિયા ગામના પાદરમાંથી નીકળેલી શોભાયાત્રા દરમિયાન શખ્સે હવામાં ગોળીબાર કર્યાનો વીડિયો અને ફોટો વાયરલ થતાં પોલીસે કાયદેસરેની કાર્યવાહી કરી હથિયાર પરવાનાધારક અને ફાયરિંગ કરનાર શખ્સને ગિરફ્તાર કરી લીધા હતા. વાયરલ થયેલા ફોટો અને વીડિયોના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ગારિયાધારમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હોવાની વાત વહેતી.થઇ હતી. ગારિયાધાર તાલુકાના ભંડારિયા ગામે સ્વામિનારાયણ મંદિરના નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. ગામના પાદરમાં પહોંચી ત્યારે મગનભાઈ બેડ (ઉ.વ.૪૬, ભંડારિયા) નામના શખ્સે ડાયાણીની હથિયાર લાયસન્સવાળી બાર બોરની બંદૂકમાંથી હવામાં ગોળીબારનો ફોટો અને વીડિયો પાટોત્સવ વાયરલ થયો હતો. જે ગારિયાધાર પોલીસ સુધી પહોંચતા પોલીસે બન્ને શખ્સ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જયસુખને પોલીસ મથકે બોલાવી તપાસ કરતા જયસુખ બેડ નામના શખ્સે પોતાની પાસે કોઈ હથિયાર સમાજમાં ભય ઉભો કરવાના ઈરાદે પોતાના શોખ ખાતર પરવાનાવાળા બાર બોર હથિયાર (બંદૂક)થી હવામાં ગોળીબાર કર્યો હોવાનું તેમજ મધુભાઈ ડાયાણીએ અન્ય શખ્સને પોતાના હથિયાર પરવાના વાળું હથિયાર આપી લાયસન્સ ધારકની શરતનો ભંગ કર્યો હતો. જે બનાવ અંગે ગારિયાધાર પોલીસના એએસઆઈ એચ.વી.ગોહિલે બન્ને શખ્સ સામે હથિયારધારાની કલમ ૨૯, ૩૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech