ફિલ્મ બારામુલાના ભાગ્ય ખુલ્યા: કાશ્મીરની સુપરનેચરલ સ્ટોરી જોવાનો મળશે લાભ

  • April 19, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આર્ટિકલ 370 બાદ નિર્માતા-દિગ્દર્શક જોડી આદિત્ય ધર,આદિત્ય સુહાસ જાંભલેએ કામ શરુ કર્યું


આર્ટિકલ 370 નિર્માતા-દિગ્દર્શક જોડી આદિત્ય ધર અને આદિત્ય સુહાસ જાંભલેએ આર્ટિક્લ-370 પહેલા બારામુલા ફિલ્મ પર કામ શરૂ કર્યું હતું. પણ પહેલા આર્ટિક્લ-370 તૈયાર થઈ ગઈ. હવે મેકર્સ બારામુલા લઈને આવવાના છે.આગામી સમયમાં તમને આ ફિલ્મ રૂપેરી પરદા પર જોવા મળશે.

દરેક ફિલ્મનું પોતાનું ભાગ્ય હોય છે. ઘણી વખત ફિલ્મ તૈયાર હોય છે પણ રિલીઝ થતી નથી. ફિલ્મ બારામુલા સાથે પણ કંઈક આવું જ થયું છે. આર્ટિકલ 370 નિર્માતા-દિગ્દર્શક જોડી આદિત્ય ધર અને આદિત્ય સુહાસ જાંભલેએ આર્ટિકલ - 370 પહેલા બારામુલા ફિલ્મ પર કામ શરૂ કર્યું હતું. આ ફિલ્મનું શુટિંગ થઇ ગયું હતું પણ આર્ટિકલ -370ની કહાની આવતા તે પહેલા તૈયાર થઈને રીલીઝ થઇ ગઈ હવે બારામુલાની વારી છે. આદિત્ય સુહાસ જાંભલેએ કહ્યું કે ' એક-બે મહિનામાં કાશ્મીરની જમીન પર બનેલી સુપરનેચરલ ફિલ્મની રીલીઝ ડેટ જાહેર કરીશું અત્યારે ફિલ્મના વિઝ્યુલ ઇફેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. 

પહેલા બારામુલા તૈયાર થઇ 

બારામુલા બનાવવા અંગે આદિત્ય સુહાસ કહ્યું કે , 'આ ફિલ્મ મેં જાતે લખી છે. મારા મનમાં એક જ વિચાર હતો કે શું કાશ્મીરમાં સુપરનેચરલ ફિલ્મ બનાવી શકાય. મેં આદિત્ય ધરને કહ્યું હતું કે હું આ વાર્તા લખીશ. તેણે મંજૂરી આપી. પછી હું ગોવા ગયો. છ મહિના સુધી સંશોધન કર્યું, કાશ્મીરી લોકોને મળ્યા. આદિત્યને સ્ક્રિપ્ટ ગમી અને અમે શૂટિંગ શરૂ કર્યું. બારામુલા ફિલ્મ જોયા પછી આદિત્ય ધરના મનમાં આર્ટિકલ-370નો વિચાર આવ્યો અને તેણે મને કહ્યું કે તમે તે ફિલ્મ માટે યોગ્ય નિર્દેશક હશો. મને રાજકારણ સાથે જોડાયેલી બાબતો પર સંશોધન કરવામાં પણ રસ છે. મેં કહ્યું કે હું ફિલ્મ કરીશ. બારામુલાનું થોડું શૂટિંગ સાત-આઠ દિવસમાં પૂરું કર્યા પછી આર્ટિકલ-370નું શૂટિંગ શરુ કર્યું અને એ પણ એક વર્ષમાં પૂરું થઈ ગયું. બંને ફિલ્મોની ટીમ એક જ હતી તેથી બારામુલાનું કામ ધીમુ પડી ગયું હતું.


કંઇક અલગ દેખાડવા કાશ્મીરને પસંદ કર્યું

અત્યાર સુધી કાશ્મીર પર આધારિત ફિલ્મોમાં માત્ર આતંકવાદ અથવા ત્યાંના મતભેદો દર્શાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, આ ફિલ્મને અલૌકિક બનાવવા અંગે, આદિત્ય કહે છે, 'મને ફક્ત તે જ વસ્તુઓ કરવાનું મન થાય છે જે બની નથી. મને એક હોરર ફિલ્મ બનાવવાની ઓફર મળી છે. મારે આ જોનરને પણ અલગ બનાવવો હતો. મેં એમાં કાશ્મીર અને સુપરનેચરલને ભેળવી દીધું. બારામુલા ફિલ્મ જોઈને દર્શકો ડરી જશે, પરંતુ જ્યારે ફિલ્મ પૂરી થશે ત્યારે તેઓ રડતા રડતા થિયેટરની બહાર આવશે. કાશ્મીરમાં જ્યારે સાંજ પડે છે ત્યારે તે ડરાવનું લાગે છે, તે ત્યાંના મતભેદ ના કારણે નહી, પરંતુ ગાઢ જંગલો અને પહાડોને કારણે. મને લાગ્યું કે ત્યાં એક સુપરનેચરલ વાર્તા બનાવવી ખૂબ સરસ રહેશે. અત્યાર સુધી ત્યાં ફેલાયેલા આતંકવાદની વાતો બતાવવામાં આવી છે. બારામુલા પ્રેક્ષકોને એક નવો પોઈન્ટ ઓફ વ્યૂ આપશે. અમે ફિલ્મને માઈનસ 18 ડિગ્રીમાં શૂટ કરી છે. એક્શન, હોરર, થ્રિલર જેવા તમામ પ્રકારના શોટ્સ સાથે ફિલ્મનું શૂટિંગ 24 દિવસમાં પૂર્ણ થયું હતું.


આ ફિલ્મમાં માનવ કૌલ જોવા મળશે

માનવ કૌલ ફિલ્મમાં ડીએસપીની ભૂમિકા ભજવશે. માનવને આ રોલમાં લેવાનું કારણ જણાવતાં આદિત્ય કહે છે, 'અમને એક એવો કલાકાર જોઈતો હતો જે કાશ્મીરનો હોય અને તે આ રોલને માત્ર રોલની જેમ ન જોવે. મે માનવને થિયેટર કરતા જોયો છે. અમને તેની ક્ષમતા પર વિશ્વાસ હતો. તે સ્ક્રીન પર સારો દેખાય છે અને પોતે કાશ્મીરી છે. ઘણા નામો વિચાર્યા પછી મને લાગ્યું કે આ રોલ માટે માત્ર માનવ જ યોગ્ય હશે.


આદિત્ય ધર સાથે નવી ફિલ્મ

આદિત્ય સુહાસ તેની ત્રીજી ફિલ્મ પણ આદિત્ય ધર સાથે કરવા જઈ રહ્યા છે. તે કહે છે, 'હાલમાં આ એક્શન થ્રિલર ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મ ગોવા પર આધારિત હશે. જ્યારે બે મહિનામાં સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ જશે ત્યારે અમે શૂટિંગ શરૂ કરીશું. આદિત્ય સાથેના સંબંધો સારા છે. હું લાંબા ગાળા માટે સંબંધો બાંધું છું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application