ભાદર ડેમ ફરી છલકાયો છ જળાશયમાં નવા નીર

  • September 27, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્રનો બીજા ક્રમનો સૌથી મોટો એવો ભાદર–૧ ડેમ ફરી છલકાયો છે, યારે અન્ય છ જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. કુલ ૮૨માંથી ૪૪ ડેમ સાઇટસ ઉપર અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજકોટ સિંચાઇ વર્તુળના લડ સેલના જણાવ્યા મુજબ ગત રાત્રી દરમિયાન ભાદર–૧ ડેમ ફરી ઓવરલો થતા પાંચ દરવાજા ૦.૬ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. યારે અન્ય છ ડેમમાં નવા નીરની આવક નોંધાઇ છે જેમાં ફાળદગં બેટીમાં ૦.૧૬ ફટ, કરણુંકીમાં ૦.૩૩ ફટ, ઘેલો સોમનાથમાં ૦.૫૯ ફટ, મચ્છુ–૧માં ૦.૦૭ ફટ, ડેમી–૧માં ૦.૧૦ ફટ, બ્રાહ્મણી–૨માં અડધો ફટ પાણીની આવક થઇ છે. રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ ૮૨માંથી ૪૪ ડેમ સાઈટ ઉપર છેલ્લા ૨૪ કલાકમાં ૦.૧૦ મીમીથી ૬૫ મીમી સુધી વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટ જિલ્લાના જેતપુર પાસેના સુરવો ડેમ ઉપર પંચાવન મીમી, સોળવદર ડેમ ઉપર પોણા બે ઈંચ, ભાદર–૧ ડેમ ઉપર સવા ઈંચ, ડોંડી ડેમ ઉપર સવા ઈંચ, ઇશ્વરીયા ઉપર અઢી ઈંચ, જસદણના કરણુંકી ડેમ ઉપર બે ઈંચ, મચ્છુ–૨ ડેમ ઉપર એક ઈંચ, ફોફળ–૨ અને ઉન્ડ–૩ ઉપર એક ઈંચ, લીંબડી ભોગાવો–૧ ડેમ ઉપર બે ઈંચ, મોરસલ અને સબુરી ડેમ ઉપર પોણા બે ઈંચ તેમજ અમરેલી જિલ્લાના સાંકરોલી ડેમ ઉપર બે ઈંચ સુધી વરસાદ નોંધાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application