બેટ-દ્વારકા અને દ્વારકામાં ટ્રસ્ટોની જમીન પર મિલ્કતો ખડકી કમાણી કરવાનું કારસ્તાન

  • May 18, 2024 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિષ્ક્રિય જેવા ટ્રસ્ટોની મિલ્કતો શિકારીઓ અને તંત્રનો ટાર્ગેટ...?


ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં સુદર્શન સેતુ નિર્માણ થતા બેટ દ્વારકામાં પ્રવાસનને વેગ મળવાની સાથે જ અહીંની બેકાર લાગતી જગ્યાઓનો ભાવ સડસડાટ ઉંચો જવાની સ્થિતિમાં શિકારી ભૂમાફિયાઓ પોતાનું સામ્રાજ્ય ફેલાવવા તત્પર થયા હોવાનું ચિત્ર સામે આવ્યું છે.


બેટ દ્વારકામાં અને દ્વારકામાં અનેક ટ્રસ્ટ એવા છે જે હાલ નિષ્ક્રિય જેવી અવસ્થામાં છે ત્યારે આવા ટ્રસ્ટોની કિંમતી જમીનો પર દબાણ કરી કમાણી કરવાનું ચાલુ થયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. દ્વારકામાં પણ આ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.


ભૂમાફિયાઓ અને તંત્રની મિલીભગત...?!



આ ધાંધલીમાં બાંધકામની પરવાનગીને લઇને સ્થાનિક તંત્રની પણ મિલીભગત હોવાની વાત પ્રકાશમાં આવી છે. ભૂમાફિયાઓ તંત્રનાં હોદ્દેદારો સાથે મસમોટા વ્યવહારો કરી ટ્રસ્ટોની મિલ્કતો પચાવી લેવાનો છાનો 'પરવાનો' મેળવી લેતા હોવાની બાબત પણ પ્રકાશમાં આવતા આ બાબતે ચેરીટી કમિશ્નર દ્વારા પણ તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News