તાલુકાકક્ષાના યુવક મહોત્સવમાં માધવાણી કોલેજનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

  • August 21, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં માધવાણી કોલેજના વિદ્યાર્થીઓ યુવક મહોત્સવની જુદી જુદી સ્પર્ધામાં વિજેતા બન્યા છે.તાજેતરમાં યુવા ઉત્સવ ૨૦૨૪-૨૦૨૫ અંતર્ગત-પોરબંદર જિલ્લામાં તાલુકા કક્ષાએ સાહિત્ય,  કળા અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ ગઇ, જેમાં માધવાણી કોલેજના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી કોલેજનું નામ રોશન કર્યુ છે.જેમાં સર્જનાત્મક કામગીરી સ્પર્ધામાં ઓડેદરા પાયલ રામદેભાઇ (બી.બી.એ. -૧.), પ્રથમ ક્રમાંક પર વિજેતા જાહેર થયા છે. કાવ્ય લેખનમાં બારડ રામજી સુકાભાઇ (ટી.વાય.બી.એ. સેમ-૫)માં પ્રથમ ક્રમાંક, વકતૃત્વ સ્પર્ધામાં વય જુથ પ્રમાણે ‘અ’ વિભાગમાં ગઢવી જાનવી અશોકભાઇ (બી.એ.સેમ-૧), ‘બ’ વિભાગમાં સોલંકી ઉષા  રસિકભાઇ (ટી.વાય. બી.એ. સેમ-૧) પ્રથમ ક્રમાંક પર, હળવુ કંઠય સંગીત, ‘બ’ વિભાગમાં કુકડીયા દ્રષ્ટિ દિલીપભાઇ (બી.એ. સેમ-પ) પ્રથમ ક્રમાંક પર તેમજ (અ) વિભાગ જોષી નિરલ ભાર્ગવભાઇ પ્રથમ ક્રમાંક પર તેમજ ચિત્રકળા (અ) વિભાગ પરમાર મીતલ ધીરુભાઇ તૃતીય ક્રમાંક (એફ.વાય. બી.એ. સેમ-૧)  અને  ‘બ’ વિભાગમાંથી સોલંકી રાજુબેન રસિકભાઇ (ટી.વાય. બી.એ. સેમ-૫) પ્રથમ ક્રમાંક પર વિજેતા જાહેર થયેલ છે અને માધવાણી કોલેજને ઝળહળતી સિધ્ધિઓ અપાવી છે. વિજેતા વિદ્યાર્થીઓને નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ, પ્રિન્સીપાલ ડો. જે.એસ. રામદત્તી તથા સમગ્ર સ્ટાફ વતી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ કોલેજ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ‚પે કેશ પ્રાઇઝ પણ આપવામાં આવેલ. આ સમગ્ર પ્રવૃત્તિના માર્ગદર્શક અને પ્રેરણા‚પ બી.બી.એ. ડિપાર્ટમેન્ટના પ્રા. ડો. બિંદીયા સોની કોર્ડીનેટર તરીકે હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application