કેન્સર સામે જંગ હારી બંગાળી અભિનેત્રી, શ્રીલા મજુમદારનું નિધન

  • January 29, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્સર સામે  જંગ હારી બંગાળી અભિનેત્રી, શ્રીલા મજુમદારનું નિધન


65 વર્ષની વયે ફાની દુનિયાને કહ્યું અલવિદા


સિનેમા જગતમાંથી ફરી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત બંગાળી અભિનેત્રી શ્રીલા મજુમદારે 65 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે.અભિનેત્રીના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.બંગાળી અભિનેત્રીઓ નું ફિલ્મ જગતમાં અનેરું યોગદાન રહ્યું છે. શ્રીલા મજુમદારે અનેક ફિલ્મોમાં જાનદાર અભિનય કેઈ દર્શકોના દિલ જીત્યા હતા. 

છેલ્લા કેટલાક દિવસોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી દરરોજ કોઈ મૃત્યુના સમાચાર આવતા રહે છે એવામાં હવે ફરી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત બંગાળી અભિનેત્રી શ્રીલા મજુમદારે દુનિયાને અલવિદા કહી દીધું છે, મજુમદારનું કોલકાતામાં મૃત્યુ થયું હતું. 


જણાવી દઈએ કે તે સાડા ત્રણ વર્ષથી અંડાશયના ઓવેરિયાન કેન્સર સામે લડી રહી હતી. હવે 65 વર્ષની ઉંમરે  તેમણે આ દુનિયા છોડી દીધી. અભિનેત્રીના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. શ્રીલના નિધનથી ચાહકો પણ શોકમાં છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application