રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે, તેવા શુભ હેતુથી રાય સરકારની સુચના અન્વયે રાજકોટ મહાપાલિકા દ્રારા મહાપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે દસમાં તબક્કાનો સેવા સેતુ કેમ્પ ગઇકાલે ઉપલાકાંઠે ઇસ્ટ ઝોનમાં અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, સેટેલાઈટ ચોક, પેડક રોડ, રાજકોટ ખાતે યોજાયો હતો. આ આ કેમ્પનું દિપ પ્રાગટ વિધાનસભા–૬૮ના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડના હસ્તે કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં અધ્યક્ષ સ્થાને મેયર ઉપસ્થિત રહ્યા હતા.
આ સેવા સેતુ કેમ્પમાં નાગરિકોને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી જુદી સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે, તે હેતુથી સેવા સેતુ કેમ્પમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તત્રં ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવનાર છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે, પી.એમ. સ્વનિધિ યોજના, હેલ્થ કેમ્પ, આર.સી.એચ., આયુષ્યમાન યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પી.એમ. ભારતીય જન ઔષધી યોજના, આધાર નોંધણી, પી.એમ. આવાસ યોજના (અર્બન), સ્વચ્છ ભારત અભિયાન (અર્બન), પી.એમ. ઈ–બસ સેવા, અમૃત યોજના, પી.એમ. ઉવલા યોજના, પી.એમ. મુદ્રા લોન યોજના, ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર, પી.એમ. વિશ્વકર્મા યોજના, ઉજાલા યોજના, ખેલો ઇન્ડિયા, ઉડાન યોજના, વંદે ભારત, અમૃત ભારત સ્ટેશન યોજના અને મામલતદાર કચેરી હસ્તકની સરકારની વિવિધ યોજનાઓ અંગે કામગીરી કરવામાં આવી હતી.આ પ્રસંગે મેયરએ પ્રાસંગિક ઉદબોધન કયુ હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આપણા વિસ્તારમાં સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ શુભેચ્છા પાઠવું છું. સેવા સેતુ સમગ્ર દેશમાં ગુજરાત સરકારે સૌ પ્રથમ શ કરેલ. સેવા સેતુનો આશય રાય અને કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ છે આ યોજનાઓથી કોઈ અજાણ ન રહી જાય અને સેવાનો લાભ લેવાથી કોઈ માણસ વંચિત ન રહી જાય તે માટેનો આ કાર્યક્રમ છે. મારા કાર્યાલયે દરરોજ સેવા સેતુ જેવો કાર્યક્રમ હોય છે. આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ એક આશીર્વાદપ સાબિત થાય છે. આરોગ્ય લક્ષી બીમારી વખતે આ કાર્ડ બહત્પ ઉપયોગી થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર દેશના નાનામાં નાના માણસની ચિંતા કરે છે અને તેને લગત અનેક યોજનાઓ બનાવવામાં આવેલ છે. આ વિવિધ યોજનાઓનો સૌ લાભાર્થીઓ લાભ લે તેવો અનુરોધ કં છું.
આ સેવા સેતુ કેમ્પનો ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ તથા મંચસ્થ મહાનુભાવો દ્રારા દીપ પ્રાગટય કરી શુભારભં કરવામાં આવેલ. આ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્રારા કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પ અને ખાદીના માલ વડે કોર્પેારેટર કંચનબેન સિધ્ધપુરા અને મંજુબેન કુગશીયા દ્રારા સ્વાગત કરવામાં આવેલ તેમજ આભાર વિધિ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્રારા કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમના અંતે મંચસ્થ મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ટોકન સ્વપે મચં પરથી લાભ આપવામાં આવેલ. ડાયસ કાર્યક્રમના અંતે ઉપસ્થિત લાભાર્થીઓ માટે વિવિધ સેવાનો લાભ લેવા સેવા સેતુ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ સેવા સેતુ કાર્યક્રમમાં ઉદઘાટક ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મેયર, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રોશની સમિતિના ચેરમેન કાળુભાઇ કુગશીયા, કોર્પેારેટરો પરેશભાઈ આર. પીપળીયા, કંચનબેન સિધ્ધપુરા, મંજુબેન કુગશીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, પૂર્વ કોર્પેારેટર રસિકભાઈ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપિનલ ખરે અને હર્ષદ પટેલ, સીટી એન્જિનિયર પી.ડી.અઢિયા, ભાવેશ જીવાણી, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, આસી. કમિશનર સમીર ધડુક, બી. એલ. કાથરોટીયા, સેક્રેટરી એચ.પી. પારેલીયા, પી.એસ.ટુ મેયર વિપુલ ઘોણીયા, વોર્ડ નં.૩, ૪, ૫, ૬, ૭, ૧૫, ૧૬, ૧૭, ૧૮ના વોર્ડ એન્જિનિયર તથા વોર્ડ ઓફિસર, મેનેજર નીલેશ કાનાણી, ઇસ્ટ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી મહિપાલસિંહ જાડેજા, નાયબ પર્યાવરણ ઈજનેર વિરલ ચાવડા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ–કર્મચારીઓ, વોર્ડના આગેવાનો, પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં વાદળાં ગાજશે: હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
March 29, 2025 08:24 PMશુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, ગિલના 1000 રન પૂરા
March 29, 2025 08:20 PMધ્રોલ તાલુકાના વાકિયા ગામે થયેલ જીરું ચોરીનો મામલો
March 29, 2025 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech