પટાંગણ માનવ મહેરામણથી છલકાશે: દ્વારકા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ જુંગીવારા ધામ ખાતે જાતરની ભવ્ય ઉજવણીમાં સૌરાષ્ટ્ર ભરમાંથી અઢારેય વર્ણના લોકો દર્શનાર્થે આવે છે...
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ ધામો પૈકી ખંભાળિયા થી 30 કિમી દૂર દ્વારકા તરફ જતા બેહ ગામના પાટીયે થી નવ કિલોમીટરે આવેલું સુપ્રસિદ્ધ જુંગીવારા ધામ ખાતે નવરાત્રિના પ્રથમ સોમવારે 07 10 2024ના રોજ જુંગીવારા વાછરાભાઈ ના મંદિરે જાતર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં માનવ મહેરામણ સૌરાષ્ટ્ર ભર માંથી દર્શનાર્થે ઉમટી પડશે
ઇતિહાસ
આશરે પાંચસો વર્ષ પહેલા બેહ ગામે આવેલ જુગી નામના જંગલમાં રાક્ષસ રહેતો હતો તે રાક્ષસ ગામ લોકોને પરેશાન કરતો હતો તે વખતે ચારણ ની દીકરી કરમઈબાઈ ભાથુ લઈને પસાર થતા આ અસુરે કુદ્રષ્ટિ કરતા કરમઈબાઈ સાક્ષાત ધરાઅંબા શક્તિનો અવતાર હોવાથી તેમણે વીર વછરાજ ને સમરણ કરતા જ વિર વછરાજ પ્રગટ થઈ અસુર ને ત્યાં હણીને ચારણ ની દીકરી ની રક્ષા કરી હતી, જે કરમઈબાઈ પ્રગટ થયેલા વછરાજ ને અહીં બેહ ગામમાં જ રહી ગામ નું રક્ષણ કરવાનું કહી પોતે સમાધિ રૂપે સમાઈ ગયા હતા ત્યારથી જ વીર વછરાજ જુંગીવારા ના નામથી બેહ ગામે પ્રજવલિત થયા છે
ગામ લોકોએ જણાવ્યું
ગામ લોકોના વડવાઓના જણાવ્યા મુજબ આશરે ૨૦૦ વર્ષ પહેલા જામનગર સ્ટેટ તરીકે ઓળખાતા જામસાહેબ દ્વારા સ્ટેટનો બાકી આકાર(કર) માટે વસૂલવા ફરમાન કરવામાં આવેલું તેમાં બેહ ગામ નો કર બાકી હોય કર ભરવાની મુદત પૂરી થઇ જતા ખાલસા કરવાનો હુકમ જામનગરના સ્ટેટ કર્યો ગામલોકો દ્વારા વિર વછરાજ ભાઈની ડેરીએ પ્રાર્થના કરી અને આગેવાનોએ થોડો-ઘણો કર લઈ જામ સ્ટેટના બંગલે પહોંચ્યા ત્યારે જામ સ્ટેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બેહ ગામ નો કર ભરાઇ ગયેલ છે ત્યારે ગામના લોકોનો આ બાબતે પૂછવામાં આવતા સાહેબે જણાવ્યું હતું કે કોઈ ઘોડેસવાર વ્યક્તિ આવીને ભરી ગયેલ હોય તો ગામના આગેવાનોએ માનેલ કે નક્કી જુંગીવારા વાછરા ભાઈએ ભરેલ છે અત્યારે ત્યાં જુંગીવારા વાછરાભાઈનું ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે.
જુંગીવારા વાછરા ભાઈના મંદિર પ્રત્યે શ્રધ્ધાળુઓની માન્યતા છે કે બેહ ગામોના આગેવાનો દ્વારા જણાવ્યા મુજબ મંદિર ની સામે આશરે 21 એકર જેટલી જમીન આવેલી છે કોઈપણ વ્યક્તિ તેમાંથી લાકડું દાતણ કે બાવળનો કાંટો પણ લઈ જઈ શકતું નથી જે લોકો લઇ ગયેલ હતા તે લોકો પાછા મૂકી ગયા ઓ ના દાખલા છે આજે પણ ગામના ધનાણી પરિવારમાં બીડી, હુકો કે ચલમ પીવાતી નથી તેમજ ગામ લોકો ના મકાન ઉપર બીજો માળ કરવામાં આવેલ નથી.
પરંપરાગત રમત અને ખીરના પ્રસાદનું મહત્વ
જાતરમાં ચારણ ગઢવી સમાજના ભાઈઓ-બહેનો દ્વારા પરંપરાગત ચારણી રમત વિખ્યાત છે જે અહીં જાતરમાં ભાઈઓ બહેનો ની રમતની અનેરી જમાવટ જોવા મળશે આ સાથે વાછરાભાઈ ના મંદિરમાં ખીર નું નિવેદ્ય કરવામાં આવે છે આ મંદિરમાં દર વર્ષે નવરાત્રીના પ્રથમ સોમવારે જાતરની ઉજવણી કરવામાં આવે છે વછરાજ ભક્તો હજારો ની સંખ્યામા ઉમટે છે બેહ ગામના સરપંચ પ્રવીણભાઈ ગઢવી સહિત ગ્રામજનો દ્વારા બેહ ગામના વડીલોના માર્ગદર્શન હેઠળ જાતરની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech