\રાજકોટ મહાપાલિકા દ્રારા ન્યુ રિંગ રોડ (રિંગ રોડ–૨)ને ફોર ટ્રેક બનાવવાનું કામ શ કરવામાં આવશે તેવું જાહેર કર્યાને લગભગ એક વર્ષ વિતી ગયું છે, તદઉપરાંત આ માટેની ટેન્ડર પ્રક્રિયા કર્યાને પણ એક મહિનાથી વધુ સમય વિતી ગયો છે. ડિસેમ્બરના પ્રારંભે કામ શ થશે તેવી વાત હતી છતાં આજ દિવસ સુધી કામ શ થયું નથી. નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આ પ્રોજેકટને આગળ ધપાવવા ઝડપી કાર્યવાહી કરશે કે કેમ ? તેના ઉપર લાખો રાજકોટવાસીઓનીની મીટ મંડાઇ છે.
વિશેષમાં સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, રાજકોટ મહાપાલિકાની હદમાં આવતા ન્યુ રિંગ રોડ કે જેને રિંગ રોડ–૨ તરીકે પણ ઓળખાય છે તેની હયાત પહોળાઇ ૯ મીટર (૩૦ ફટ) છે તેમાં વધારો કરીને ૪૫ મીટર (૧૫૦ ફટ) પહોળો બનાવવા મતલબ કે ફોર ટ્રેક બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરાઇ હતી જેના અંતે બે ટેન્ડરના ભાવ માન્ય રહ્યા છે પરંતુ હવે તેમાંથી કોને કામ આપવું તે નક્કી કરવામાં મહાપાલિકા તત્રં ગોટે ચડી ગયું હોય કે અન્ય કોઇ કારણ હોય આજ દિવસ સુધી આ પ્રોજેકટનું ખાતમુહર્ત થયુ નથી તે વાસ્તવિકતા છે.
રિંગ રોડ–૨ના કામે જામનગર રોડ ઉપર ઘંટેશ્વર અને ત્યાંથી રૈયા સ્માર્ટ સીટી એરિયાથી થઇ કાલાવડ રોડ કટારીયા ચોકડી અને ત્યાંથી કણકોટ જતા રસ્તાને જોડતા રસ્તા સુધીનો રોડ ફોર ટ્રેક તરીકે ડેવલપ કરવામાં આવશે. ઘંટેશ્વરથી કણકોટ સુધીના રસ્તાની કુલ લંબાઇ અંદાજે ૯ કિલોમીટર છે. આ કામે બંને બાજુ ૧૦.૫૦ મીટરનો મુખ્ય કેરેજ વે ડેવલપ કરવામાં આવશે તથા તેમાં સમાવેશ થતા કલ્વર્ટ અને સ્ટ્રોમ વોટરનો સમાવેશ કરવામાં આવેલ છે, રિંગ રોડ–૨ ફોરટ્રેક બનાવવાનો અંદાજિત કુલ ખર્ચ .૧૧૦.૧૯ કરોડ થવાનો પ્રાથમિક અંદાજ છે.
રિંગ રોડ–૨ ફોર ટ્રેક બનાવવા સાથે અહીં બીઆરટીએસ ટ ડેવલપ કરાશે, ભવિષ્યમાં આ રોડ ઉપર બસ સેવાની સુવિધા ઉપલબ્ધ થશે. અલબત્ત બીઆરટીએસ ટ ડેવલપ કરવા અલાયદી જોગવાઇ સ્પેશ્યલ પર્પઝ વહીકલ રાજકોટ રાજપથ લિમિટેડ દ્રારા કરવામાં આવશે તેમ જાણવા મળે છે, હાલ રિંગ રોડ–૨ ઉપર સ્માર્ટ સિટી એરિયા આજુબાજુ બીઆરટીએસ બસ સ્ટોપનું નિર્માણ પણ થઇ ચુકયું છે.
રિંગ રોડ–૨ ફોર ટ્રેક બનાવવાના કામનો પ્રારભં જામનગર હાઇવે ઉપર ઘંટેશ્વરથી થશે અને ફસ્ર્ટ ફેઝમાં ઘંટેશ્વરથી રૈયા સ્માર્ટ સિટી એરિયા સુધીનો રિંગ રોડ કે જેની લંબાઇ ૨.૧ કિમી છે તેટલો રસ્તો ફોર ટ્રેક બનશે.
સેકન્ડ ફેઝમાં સ્માર્ટ સિટી એરિયાથી કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડી સુધીના ૩.૯ કિલોમીટરની લંબાઇનો રોડ ડેવલપ કરાશે.
થર્ડ ફેઝમાં કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડીથી શ કરી કણકોટ ચોકડી સુધીના ૨.૭૯ કિલોમીટરની લંબાઇનો રોડ ડેવલપ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના હદ વિસ્તારમાં આવતા રિંગ રોડ–૨ને ફોર ટ્રેક બનાવવા માટેનું કામ પણ સમાંતર રીતે ચાલુ થશે. આ માટે ડા દ્રારા ટેન્ડર પ્રક્રિયા કરાઇ છે પરંતુ આજ સુધી કામ શ કરવા અંગે કોઇ નિર્ણય લેવાયો નહીં હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech