નાની વાવડી ગામના વેપારી વૃઘ્ધ અચાનક ઢળી પડતા હાર્ટએટેકથી મોત
કાલાવડના નવા માર્કેટીંગ યાર્ડ ખાતે દુકાનને તાળુ મારતી વેળાએ વૃઘ્ધ પટેલ વેપારી અચાનક ઢળી પડયા હતા અને બેભાન અવસ્થામાં સારવારમાં લઇ જતા તેમનું હાર્ટએટેક આવવાથી મૃત્યુ થયાનું જાહેર કરાયુ હતું. હાલમાં ગરમીના દિવસોમાં હાર્ટએટેકના બનાવો વધી રહયા છે.
કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં રહેતા ગોવિંદભાઇ ગોપાલભાઇ મુળછા (ઉ.વ.૭૨) નામના પટેલ વૃઘ્ધની કાલાવડ નવા માર્કેટીંગ યાર્ડ ખાતે ગોવિંદભાઇ ગોપાલભાઇ પટેલ એન્ડ કાું. નામની દુકાન આવેલી છે. ગઇકાલે ગોવિંદભાઇ પોતાની દુકાને તાળુ મારતા હતા ત્યારે અચાનક ઢળી પડયા હતા અને બેભાન અવસ્થામાં સારવાર માટે લઇ જતા હાર્ટએટેક આવવાથી મૃત્યુ થયાનું જણાવ્યુ હતું.
આ બનાવ અંગે નાની વાવડી ગામમાં રહેતા ખેતી કરતા નિતેશ ગોવિંદભાઇ પટેલે ટાઉન પોલીસમાં જાણ કરી હતી. વેપારીના મૃત્યુના બનાવથી શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application