વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ’ગાંધી’ ફિલ્મ બન્યા બાદ દુનિયા ગાંધીજીને ઓળખતી ઇ. ન્યૂઝ ચેનલ એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં, પીએમ મોદીએ ’ગાંધીના પ્રચાર’માં પાછલી સરકારોની નિષ્ફળતાનો ઉલ્લેખ કરતા પ્રશ્ન ઉઠાવ્યો, શું આ ૭૫ વર્ષોમાં આપણી જવાબદારી ન હતી કે આખી દુનિયા મહાત્મા ગાંધીને ઓળખે? પરંતુ તેમણે તે કર્યું ની. પહેલીવાર જ્યારે ગાંધી ફિલ્મ બની ત્યાં સુધી દુનિયા ગાંધીને ઓળખતી નહોતી, ફિલ્મ બની ત્યારે દુનિયાને કુતૂહલ યું કે આ કોણ છે? દુનિયા માર્ટિન લ્યુર કિંગને જાણતી હતી, , દુનિયા આપણા સાઉ આફ્રિકાના નેલ્સન મંડેલાને જાણતી હતી . એ જ રીતે ગાંધીજીને પણ દુનિયા પહેલેી જ જાણવી જોઈતી હતી. આ વાત સ્વીકારવી પડશે. દુનિયાનો પ્રવાસ કર્યા પછી, હું કહું છું કે ગાંધી અને ભારત પર ધ્યાન અપાવું જોઈએ. આજે ગાંધી વિશ્વની ઘણી સમસ્યાઓનો ઉકેલ છે, પણ આપણે ગાંધી... આપણે આપણું ઘણું ગુમાવ્યું છે. આજે મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું, મેં દાંડી બનાવી. દાંડી જઈને જુઓ, સાહેબ. મેં બનાવ્યું છે. બાબા સાહેબ આંબેડકરનું પંચ ર્તી મેં બનાવ્યું. તમારે અમારો ઈતિહાસ જીવવો જોઈએ.
નરેન્દ્રભાઈનું બયાન વિસ્તૃત એટલા માટે લખ્યું છે કે કોઈને ન લાગે કે તેમને મિસક્વોટ કર્યા છે. ના નરેન્દ્રભાઈ, ગાંધીને બધા જનતા હતા, ૧૯૮૨ પહેલા પણ. ગાંધીને દુનિયા એ હયાત હતા ત્યારે એટલી જ ઓળખતી હતી, જેટલી અત્યારે તમને ઓળખે છે.કદાચ વધુ ઓળખતી હતી. આજે અમેરિકાનો સરેરાસ નૌજવાન ની જાણતો કે નરેન્દ્ર મોદી કોણ છે. પણ ગાંધીના જમાનામાં, જયારે પ્રચારમાધ્યમો આટલા નહોતા છતાં ગાંધીને ઓળખનારાઓની સંખ્યા અત્યંત મોટી હતી. ગાંધીના સમકાલીન તમામ વિશ્વનેતાઓ સો ગાંધીને પત્રવ્યવહાર હતો, સંબંધ હતો. અને તમે જે બે નેતાઓના નામ કહ્યા, માર્ટીન લ્યુર કિંગ અને મંડેલા, આ બને ગાંધીનું અનુકરણ કરીને લોકનેતા બન્યા હતા. બનેને તેના દેશના ગાંધી કહેવાતા હતા, ગાંધીને કોઈએ ભારતના માર્ટીન લ્યુર કિંગ કે ભારતના મંડેલા ની કહ્યા. ગાંધીનું કદ એના જીવતેજીવ જ એટલું મોટું હતું કે દુનિયાભરમાં તેને અનુસરવાવાળાઓનો એક વર્ગ ઉભો યો હતો. દુનિયાભરમાંી લોકો ગાંધીને જોવા આવતા હતા.આલ્બર્ટ આઇન્સ્ટાઇન ગાંધીના સમકાલીન હતા, તેણે કહેલું કે ભવિષ્યની પેઢી માની નહીં શકે કે આવો કોઈ હાડચામનો માણસ આ ધરતી પર ચાલતો હતો. ગાંધીની પ્રતિભા એટલી મોટી હતી કે દુનિયાના નેતાઓ તેની સામે ઝાંખાં પડી ગયા હતા. ચર્ચિલ જેવાને ગાંધીની ઈર્ષા કાઈ અમી નહોતી તી. ૧૯૮૨માં આવેલી એટનબરોની ફિલ્મ પછી તો ભારતના ગોડસેવાદીઓને જાણ ઇ કે જે ગાંધીને તેઓ દિવસરાત ભાંડે છે તે ગાંધી તો આટલો મોટી માણસ હતો. ૧૯૮૨ પહેલા ગાંધી પર અઢળક પુસ્તકો વિશ્વની અનેક ભાષામાં લખાઈ ચુક્યા હતા, ગાંધીની આત્મકા ૧૯૮૨ પહેલા વિશ્વમાં સહુી વધુ વેચતા અને સહુી વધુ ટ્રાન્સલેટ યેલા પુસ્તકોનાની એક ગણાતી હતી. નરેન્દ્રભાઈ, તમારી પાસેી, એક ગુજરાતી પાસેી આવી અપેક્ષા નહોતી. અપેક્ષા હતી કે એબીપીના એ કહ્યાગરા એન્કરો તમે આવું બોલશો તો પણ સામે પર્શ્ન નહીં પૂછે. પણ એ તો પત્રકારત્વની કમનસીબી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech