રાજય અને કેન્દ્ર સરકારની જુદી જુદી ૧૬ જેટલી યોજનાઓમાં રેશનકાર્ડને મહત્વનાં ડોક્યુમેન્ટ તરીકે જાહેર કરી તા. ૩૧ ડીસેમ્બર પહેલા તમામ રેશનકાર્ડ ધારકોને તેમના રેશનકાર્ડ સાથે આધારકાર્ડનું લીંકઅપ કરાવી લેવાની સુચના જાહેર થતાં સિહોર મામલતદાર કચેરીમાં દરરોજ ઈ.કેવાયસી માટે લાંબી લાઈનો લાગે છે. કલાકો સુધી ઉભા રહેવા છતાંય લોકોને ઈકેવાયસીનું કામ પુરૂ થતુ નહી હોવાથી ધરમના ધક્કા ખાવા પડે છે. કચેરીમાં સીનીયર સીટીઝન અને મહિલાઓની હાલાકીને ધ્યાનમાં લઈ ઈ.કેવાયસી કરવા માટેનાં સેન્ટરો વધારવાની માંગ આજે અરજદારો દ્વારા કરવામાં આવી હતી. સિહોર મામલતદાર કચેરીએ રેશનકાર્ડમાં ઈ.કેવાયસી કરવા માટે અરજદારોને ભોગવવી પડતી હાલાકીના સંદર્ભમાં જણાવાયુ હતું કે મામતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરો આઉટ સોર્સીંગ હેઠળ ફરજ બજાવે છે. આઉટ સોસીંગ કોમ્પ્યુટર ઓપરેટરો પણ પુરતા પ્રમાણમાં નથી જે ઓપરેટરો હાજર છે તે પૈકી અડધોઅડધ અત્યારે લગ્નસરાની સીઝનને કારણે ગેરહાજર છે. વળી હાજર ઓપરેટર પણ સીસ્ટમ ધીમી ચાલતી હોવાને લીધે ઈ. કવેયસીનું કામ પુરૂ કરી શકતા નથી. અરજદારોએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, જે એ.પી. એલ. અરજદારોને રેશનકાર્ડ ઉપર રાશનની ચીજવસ્તુઓ મળતી નથી. અલબત આયુષ્યમાન કાર્ડ, સીનીયર સીટીઝન કાર્ડ, આરટીઈ અને રાંધણગેસ સહિતની યોજનાના લાભ માટે ઈ. કવેયસી ફરજીયાત હોવાથી ના છૂટકે સરકારી કચેરીમાં લાંબી લાઈનોમાં કલાકો સુધી ઉભુ રહેવું પડે છે. આ સ્થિતિનો વહેલાસર ઉકેલ લાવવાની માંગણી દોહરાવવામાં આવી હતી.
અઙક અરજદારોને રેશનકાર્ડ ઉપર રાશનની ચીજવસ્તુઓ મળતી નથી : અલબત આયુષ્યમાન કાર્ડ, સીનીયર સીટીઝન કાર્ડ, આરટીઈ અને રાંધણગેસ સહિતની યોજનાના લાભ માટે ઊ-ઊંઢઈ ફરજીયાત : કોમ્પ્યુટર ઓપરેટર અપુરતા અને સીસ્ટમ ધીમી ચાલતી હોવાથી અરજદારો હેરાન થઇ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech