દુનિયામાં પહેલી વખત મિસ એઆઈ કોમ્પિટીશન યોજવામાં આવી હતી જેમાં મોરોક્કોની કેંઝા લાયલીને ટ્રોફી આપવામાં આવી. તેણે 1500 મોડલ્સને હરાવીને આ ટ્રોફી પોતાના નામે કરી. આ કોમ્પિટીશનમાં ભારતી પહેલી એઆઈ મોડલ ઝારા શતવારી તેના માટે સિલેક્ટ થઈ હતી. તે આ પીજેંટ માટે ટોપ-10માં રહી
ઝારા શતવારી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના અત્યાર સુધી 14 હજારથી વધારે ફોલોઅર્થ થઈ ચુક્યા છે અને ઈન્સ્ટાગ્રામ પર 157 પોસ્ટ પણ કરી છે. તે 22 લોકોને ફોલો કરે છે જેમાં મોટાભાગે એઆઈ મોડલ્સ જ છે.
ઝારા શતવારી ની પાસે પોતાની વેબસાઈટ પણ છે. જ્યાં તે ફેશન, ફિટનેસ અને ફૂડને લઈને વ્લોગ્સ લખે છે. સ્ટ્રેસ અને એન્ઝાઈટી પર પણ તે આર્ટિકલ લખી ચુકી છે. જ્યાં તેમણે તેને ઓછા કરવા માટેની રીતો વિશે જણાવ્યું છે. જણાવી દઈએ કે ઝારા શતવારી ને રાહુલ ચૌધરીએ ક્રિએટ કરી છે જે ઈન્ડિયન મોબાઈલ એડ એજન્સીના ફાઉન્ડર છે.
મિસ એઆઈ પેજનટ ન જીતવા પર ઝારા શતવારીએ પોઝિટિવ પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું, "તમારા સપોર્ટ માટે ધન્યવાદ, ભલે હું મિસ એઆઈ કોમ્પિટિશન ન જીતી શકી, પરંતુ ફાઈનલિસ્ટ બનવું અને આ શાનદાર સફરનો ભાગ બનવું મારા માટે મોટો અનુભવ રહ્યો છે. યાદ રાખો હું દુનિયાની પહેલી એઆઈ બ્યૂટી પ્રતિયોગિતામાં ભારતથી સિલેક્ટ થયેલી એકમાત્ર ફાઈનલિસ્ટ હતી અને આ ઈતિહાસનો એક એવો ભાગ છે જે ક્યારેય નહીં બદલાય."
ટીમ ઈન્ડિયા જ્યારે ટી20 વર્લ્ડ કપ જીતી તો તેણે પોતાનો ઈન્ડિયાની જર્સીની સાથે ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, "શું શાનદાર અને રોમાંચક મેચ રહી. ભારતીય ટીમને આ શાનદાર જીત માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે જ દક્ષિણ આફ્રીકાની ટીમને પણ ફાઈનલ સુધી પહોંચાડવા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.
ઝારા શતવારીના એકાઉન્ટમાં તેના ઘણા ફોટો છે જેમાં તે ટ્રાવેલિંગ કરતા જોવા મળી રહી છે. તેના લુક્સ પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech