ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૧.૮.૨૦૨૪ થી તા.૩૦.૮.૨૦૨૪ સુધી નિવાસી બ્યુટીપાર્લર મેનેજમેન્ટની ૩૦ દિવસની તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધેલ ૨૭ જેટલા ગામડાના બી.પી.એલ તાલીમાર્થી બહેનોને નિ:શુલ્ક બ્યુટીપાર્લરની કીટનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.
એસ.બી.આઇ આરસેટી ડાયરેક્ટર રમેશકુમાર એસ. રાઠોડના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્ર્મનુ આયોજન કરવામાં આવ્યુ હતું. છેલ્લા દિવસે કીટ વિતરણ અને સમાપન પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવા માટે અતિથિ વિશેષ નાબાર્ડ ભાવનગર ના ડી.ડી.એમ દિપકકુમાર ખલાસ તેમજ એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના ફેકલ્ટી નિલેષભાઇ બરોલીયા, ફેકલ્ટી હંસાબેન ચાવડાગોર, ઓફીસ આસી. ઇશાન કલીવડા અને ઓફીસ આસી. જયેશભાઇ ગોહિલ અને સ્ટાફગણ, ડી.એસ.ટી ટ્રેઇનર નેહલબેન ગોહિલ, નેશનલ એકેડેમી ઓફ રૂડસેટીના ઇડીપી એસેસર એ.બી. કલીવડા અને ડોમેઇન એસેસર રેખાબેન ઉપસ્થિત રહયા હતા.
આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામના બહેનોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. આ સમાપન કાર્યક્રમમાં અતિથિ વિશેષ ડી.ડી.એમ દિપકકુમાર ખલાસએ તાલીમાર્થીઓ તાલીમ પૂરી કર્યા પછી બહેનોને આગળ બિઝનેસ માટે બેઝિક બ્યુટીપાર્લરની કીટ વિતરણ કરી અને લોન વિષે માહિતી આપી અને તાલીમ કાર્યક્રમ અનુરૂપ બહેનોમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મવિશ્વાસ, જોમ, જુસ્સાના સિંચન સાથે પ્રાસંગિક ઉદબોધન કરેલ અને તાલીમાર્થીઓને પગભર થવા વિષે માહિતી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech