ભાવનગરમાં આગામી તારીખ-૨૭-૬-૨૦૨૫ ને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રા નીકળવાની છે.
દર વર્ષે રથયાત્રા પહેલા અખાત્રીજના દિવસે રથ પૂજા, અર્ચન અને ધ્વજારોહનણ કરવામાં આવે છે અને તે દિવસથી રથયાત્રાનું કામ શરૂ કરવામાં આવે છે અને ત્યાર પછી રથયાત્રાના આયોજન બાબતે રથયાત્રા સમિતિના આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોની બેઠક મળે છે. તે મુજબ ગઈકાલ તા-૧૧-પ-૨૦૨૫ ને રવિવારના રોજ કલાકે ભીડભંજન મહાદેવ મંદિર સામે આવેલ "રામવાડી" ખાતે એક બેઠક યોજવામાં આવી હતી.
ઉપરોક્ત મિટિંગમાં આગામી ૪૦ મી રથયાત્રાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી જુદી જુદી જવાબદારીઓ કાર્યકર્તાઓને અધ્યક્ષ હરૂભાઈ ગોંડલિયા દ્વારા સોંપવામાં આવી હતી.આ મિટિંગમાં સમિતિના આગેવાન પાર્થભાઈ ગોંડલીયાએ આ વર્ષે વધારેમાં વધારે સોશિયલ મીડિયા અને ટેકનોલોજી નો ઉપયોગ કરી રથયાત્રા ની વેબસાઈટ, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ દ્વારા લોકોમાં રથયાત્રા વિશે માહિતી વધારેમાં વધારે પહોંચે તેના વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત શિવવિહાર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હરપાલસિંહ રાણાએ આગામી તા-૧૪-૫-૨૦૨૫ થી ૧૭-૫-૨૦૨૫ સુધી ભગવાન જગન્નાથજી,બડે ભૈયા બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓનું કલેવર (બદલાવ) કરવામાં આવશે .આ વખતની રથયાત્રામાં આ નયનરમ્ય નવી મૂર્તિઓ સાથે ભગવાન નગરચયાઁએ લોકોને દર્શન દેવા પધારશે તેની માહિતી આપી હતી. અંતમાં સમિતિના કાર્યકર્તા મહેન્દ્રસિંહ ભગતસિંહ રાણાનું દુ:ખદ અવસાન થયેલ છે તેમને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવેલ.આભાર વિધિ ટ્રસ્ટી કૌશિકભાઇ ચાંદલીયાએ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech