રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્રારા તા.૧૮ માર્ચથી ૨૧ માર્ચ ૨૦૨૫ સુધી ગીર સોમનાથ જિલ્લ ાના સોમનાથ મંદિર પાસેના માતિ બીચ ખાતે બીચ સ્પોટર્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંદર્ભમાં સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓ સાથે જિલ્લ ાકક્ષાનું યોગ્ય સંકલન જળવાય અને બીચ સ્પોટર્સ ઈવેન્ટ સારી રીતે યોજાય તેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અને સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ ઈન્દ્રજીતસિંહ વાળાની ઉપસ્થિતિમાં પ્રાંત ઓફિસ ખાતે એક બેઠક યોજાઈ હતી.
કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ નોડલ અધિકારીઓ વચ્ચે સંકલન થકી સંપૂર્ણ બીચ સ્પોટર્સ ફેસ્ટિવલ કાર્યક્રમનું સંકલન અને મોનિટરિંગ સુવ્યવસ્થિત થાય તે સુનિશ્ચિત કરવા સાથે ટ્રાન્સપોર્ટેશન, પાકિગ વ્યવસ્થા, રસોઈ સ્થળ, પાણીના ટેન્કર્સ, આરોગ્ય વ્યવસ્થા સહિતની બાબતોની વિસ્તારથી ચર્ચા કરી અને પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ સહિત સંલ વિભાગના શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કયા હતાં. ગીર સોમનાથના આંગણે બીચ સ્પોટર્સ યોજાવાનો છે ત્યારે જિલ્લ ા તરફથી સુનિયોજીત વ્યવસ્થા જળવાય તે માટેની કાળજી અને દરકાર લેવા માટે કલેકટરએ અધિકારીઓને ઉપયોગી સૂચનો કર્યા હતાં. સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ ઈન્દ્રજિતસિંહ વાળા અને જિલ્લ ા રમત વિકાસ અધિકારી કાનજી ભાલીયાએ બીચ સ્પોટર્સ ફેસ્ટિવલના આયોજન અંગે પરેખા આપી એથ્લીટસ માટેની ટ્રાન્સપોર્ટેશન, રહેઠાંણ સહિતની કાર્યક્રમને લગતી આનુષાંગિક વ્યવસ્થાઓ વિશે ઉપસ્થિત સર્વેને અવગત કયા હતાં. ઉલ્લ ેખનીય છે કે, બીચ સ્પોટર્સ ફેસ્ટિવલની બીચ હેન્ડબોલની ૮૪ ટીમ અને બીચ વોલીબોલની ૨૦૫ ટીમ મળી કુલ ૧૮૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લઈ અને પોતાનું રમત કૌશલ્ય દાખવશે.
આ બેઠકમાં જિલ્લ ા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર, જિલ્લ ા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ સહિત પીજીવીસીએલ, એસ.ટી, આરોગ્ય સહિત સંલ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર
April 12, 2025 09:42 PMદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech