પોરબંદરમાં બીચ ફુટબોલ કોચિંગ સેમીનાર યોજાશે

  • October 05, 2024 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં ફુટબોલ કોચિંગ સેમીનાર યોજાશે 
પોરબંદર ખાતે આગામી ૬ ઓક્ટોબર થી ૧૩ ઓક્ટોબર સુધી, એશિયન ફુટબોલ કાઉન્સિલ ગુજરાત ફુટબોલ એસોસિયેશન અને ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશન દ્વારા પોરબંદર ડિસ્ટ્રીક ફુટબોલ એસોસિએશન અને પોરબંદર-છાંયા નગરપાલિકાના સહયોગથી એક લેવલ-૧, બીચ ફુટબોલ કોચિંગ સેમીનારનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.આ સેમિનારમાં ભાગ લેવા માટે ભારતભરમાંથી ૧૫ જેટલા બીચ ફુટબોલના કોચ તેમજ એમને જ્ઞાન આપવા માટે મલેશિયા થી ઇન્ટરનેશનલ કોચ આવી રહ્યા છે.આ પ્રકારની પોરબંદરના સમુદ્ર કિનારે જો બીચ ફુટબોલની તેમજ બીચ વોલીબોલની પ્રવૃત્તિ શરૂ થાય તો પોરબંદરના યુવાનોને તેમજ ફુટબોલ અને વોલીબોલના રમતના ખેલાડીઓને  પ્રોત્સાહન મળશે. આ માટે ગુજરાત રાજય ફુટબોલ એસોસિયેશન ખુબ જ કટિબદ્ધ છે અને જી.એસ.એફ.એ. ના સેક્રેટરી  મુળરાજસિંહ ચુડાસમા કે જે ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશનના એપેક્ષ કાઉન્સિલના સભ્ય પણ છે તેમનો ખુબ જ સહયોગ મળે છે અને સમગ્ર ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારની ફુટબોલ અને વોલીબોલની રમતગમત પ્રવૃત્તિ શ‚ કરવા માટે કટિબદ્ધ છે. પોરબંદર જિલ્લા ફુટબોલ એસોસિએશનના હાલના સેક્રેટરી  કૃષ્ણકાંત સીમરીયા આ બાબતે ખુબ જ મહેનત કરી રહ્યા છે અને પોરબંદર-છાંયા નગરપાલિકાના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી તેમજ એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન  દિલીપભાઈ ઓડેદરા ખુબ જ સહકાર આપીને આ બીચ ફુટબોલ લેવલ-૧ કોચિંગ સેમીનાર ખુબ જ સરસ રીતે પુર્ણ થાય અને પોરબંદરની જનતાને એક રમત ગમત ક્ષેત્રે નવું નજરાણું મળે તે માટે કટિબદ્ધ છે. આગામી દિવસોમાં પોરબંદરના આ સુંદર સમુદ્ર કિનારે બીચ ફુટબોલ અને બીચ વોલીબોલની રમતો રમતા યુવાનો તેમજ વડીલો જોવા મળશે. પોરબંદરના સાંસદ સભ્ય તેમજ કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા અને ધારાસભ્ય  અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ ભુતપુર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા આ પ્રવૃત્તિને વેગ આપવા માટે સહમત છે અને ભવિષ્યમાં પોરબંદર વિસ્તાર એક પર્યટનનું ખુબ જ મોટું કેન્દ્ર બની રહે તે માટે રમતગમત પ્રવૃત્તિ પણ દરિયા કિનારે તેમજ શહેરમાં ખુબ જ પ્રગતિ કરે એવા પ્રયત્નો શ‚ કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application