આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યેન્દાગાંડી ગામમાં, એક મહિલાને તેના ઘર માટે મંગાવવામાં આવેલ ઈલેક્ટ્રીકલ સામાનને બદલે પાર્સલમાં માનવ શરીરનો એક ભાગ મળ્યો. જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે લોકો જાણીને દંગ રહી ગયા હતા.
પાર્સલમાં માનવ લાશ
માહિતી અનુસાર, સાગી તુલસી નામની મહિલાએ તેના નિર્માણાધીન ઘર માટે ઇલેક્ટ્રિકલ મટિરિયલ મંગાવ્યું હતું. તેણે પોતાના મકાનના બાંધકામ માટે આર્થિક સહાય અંતર્ગત ક્ષત્રિય સેવા સમિતિ પાસે મદદ માંગી હતી. સમિતિએ અગાઉ તેમને ટાઈલ્સ આપી હતી પરંતુ આ વખતે ઈલેક્ટ્રીકલ સામાનને બદલે પાર્સલમાં માનવ શરીરનો એક ભાગ મળી આવ્યો હતો.
મૃતદેહ સાથે મળી આવ્યો ધમકીભર્યો પત્ર
જ્યારે મહિલાએ તેના ઘરે પાર્સલ ખોલ્યું તો તેમાં માનવ ધડ અને ધમકીભર્યો પત્ર હતો. પત્રમાં 1 કરોડ 30 લાખની માંગણી કરવામાં આવી હતી અને જો રકમ નહીં ચૂકવવામાં આવે તો ગંભીર પરિણામ ભોગવવાની ચીમકી આપવામાં આવી હતી.
ઘટના બાદ સગી તુલસીના પરિવારજનોએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી છે. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના એસપી નઈમ આસ્મીએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી.
45 વર્ષના પુરૂષની લાશ મળી
પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલમાં આશરે 45 વર્ષની ઉંમરના એક વ્યક્તિનું ધડ મળી આવ્યું હતું. પોલીસ હવે મૃતકની ઓળખ કરવા અને આ ઘટના પાછળના ગુનેગારોને શોધવા માટે તપાસ કરી રહી છે. આ બનાવથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ આ મામલાના તળિયે પહોંચવાની અને ગુનેગારોને વહેલી તકે પકડવાની ખાતરી આપી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech