બાકોડી સીમમાંથી બોકસાઇટનું ખનન : બે શખ્સો પકડાયા

  • June 13, 2024 11:45 AM 

વાહનો કબ્જે કરી પોલીસ દ્વારા કરાતી કાર્યવાહી


દેવભુમી દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેષ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડએ જીલ્લામાં ગેરકાયદે બોકસાઇટની પ્રવૃતી કરનારા સામે કડક કાર્યવાહી કરવા જણાવેલ હોય. જે અનુસંધાને કલ્યાણપુર પોલીસ સ્ટેશનના યુ.બી. અખેડની રાહબરી હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન સ્ટાફના હેડ કોન્સ રામભાઇ ચંદ્રવાડીયા, પ્રદિપસિંહ ગોહીલ, ખીમભાઇ વસરાને હકીકત આધારે બાકોડી-હડમતીયા ગામની સપાણા સીમમાં બે ટ્રેકટરમાં બોકસાઇટ ભરી ટ્રેકટર નં. જીજે10બીજે-1005ના ચાલક રામ ધરણાંત વારોતરીયા અને જીગર પીઠા વારોતરીયા  રહે. બાકોડી, કલ્યાણપુર, નામના બે ઇસમો મળી આવેલ જેને પુછપરછ કરતા રોયલ્ટી કે પાસ કોઇ આધાર પુરાવા માગતા ન હોય અને સીમમાથી ગેરકાયદે બોકસાઇટ ભરેલનુ જણાવતા બંને ટ્રેકટર હસ્તગત કરી કલ્યાણપુર પોલીસ સ્ટેશન લઇ આવી યોગ્ય કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News