રામ મંદિરના પ્રાણ પ્રતિા કાર્યક્રમ માટે દેશના ખૂણે–ખૂણેથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. આવા જ એક રામ ભકત મુર્તનાભાઈ છે, જે ગાંધીજીના ગેટઅપમાં કર્ણાટકથી રામનગરી જવા નીકળ્યા છે. તેમના હાથમાં લાકડી, અને આખં પર ગાંધીજી જેવા ચશ્મા છે. તેણે પણ બાપુની જેમ શરીર પર વીંટાળેલી ધોતી પહેરી છે. મુર્તનાભાઈનું એકમાત્ર લય ૨૨ જાન્યુઆરી પહેલા અયોધ્યા પહોંચવાનું છે.
૫૦ વર્ષના મુર્તનાભાઈ કર્ણાટકના રહેવાસી છે. ઉંમરના આ તબક્કે પણ તેનો જુસ્સો કોઈ યુવાન કરતા ઓછો નથી. કારણ કે તે પગપાળા ૨૦૦૦ કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે. હાલ તે પ્રયાગરાજ પહોંચી ગયા છે, યાં હાડ થીજાવતી ઠંડી છે. આટલી ઠંડીમાં પણ તેના શરીર પર માત્ર એક ધોતી અને ઉપવક્ર જ છે. તેમને અયોધ્યા પહોંચવામાં માત્ર ૧૭૦ કિલોમીટર જ બાકી છે, જે તેઓ ત્રણથી ચાર દિવસમાં પૂર્ણ કરશે.
પદયાત્રા કરતા–કરતા યાં પણ મુર્તનાભાઈ જાય છે, તે જિલ્લાના લોકો તેનું જોરથી સ્વાગત કરે છે. લોકો તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે. તેમનો ગેટઅપ દરેકને ગાંધીજીની યાદ અપાવે છે. યારે તે રસ્તા પર ચાલે છે ત્યારે તે ગાંધીજીની જેમ રામના નામનો જપ કરે છે. તેમના હાથમાં આદર્શ રામ રાય વિશે લખેલા પ્લેકાર્ડ પણ છે.તેમણે ૧૨ ડિસેમ્બરે કર્ણાટકથી પદયાત્રા શ કરી હતી. તેઓ ૧૨ જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે, યાં તેમની યાત્રા સમા થશે.
ગઈકાલે પ્રયાગરાજ પહોંચ્યા બાદ મુર્તનાભાઈ અહીં કમિશનરને મળ્યા હતા. કમિશનરે તેમનું પુષ્પહારથી સ્વાગત કયુ અને તેમને કપડાં પણ આપ્યા અને પહેરવા વિનંતી કરી. જોકે, મુર્તનાએ કહ્યું કે તેની પાસે જીવવા માટે પૂરતા કપડાં છે. જયારે વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યકર્તાએ તેમને પ્રયાગરાજમાં આશ્રય આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech