બાંટવાના બોગસ લૂંટના બનાવનું રિ–કન્સ્ટ્રકશન કરાવ્યું

  • September 12, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાટવાના સરાડીયા પાસે બોગસ લૂંટ મામલે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. ત્યારે છ દિવસના રિમાન્ડ અંતર્ગત એલસીબી દ્રારા ગઈકાલે આરોપીઓને સાથે રાખી લૂંટ ના પ્લાનિંગ અંગે એસપી હર્ષદ મહેતા ના માર્ગદર્શન હેઠળ એલસીબીપીઆઈ પટેલ સહિતની ટીમે  રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. અને બનાવના સ્થળે લઈ જઈ કેવી રીતે અંજામ આપ્યો તે અંગે ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં યાજ્ઞિક જોષી એ મોહિત જોશીને ખખાવી રોડ પર જે જગ્યાએ સોનાના દાગીના બોકસમાંથી કાઢી રોકડા પિયાનો પોટલું બાંધી આપેલ તે સ્થળે પંચોની હાજરીમાં કન્સ્ટ્રકશન કરાયું, યાજ્ઞિક જોશી અને ધનરાજ ભાંડકેએ ખાલી બોકસ અલગ અલગ અંતરમાં ફેકેલ તે ત્રણ બોકસ કબજે કરાયા, ધનરાજ દ્રારા ગુન્હામાં વપરાયેલ પીળા કલરનું કટર ચાલુ ગાડીએ પાજોદ રોડ ઉપર ફેંકી દીધેલ તે કટર પણ કબજે કયુ અને સાથે સાથે આરોપી ધનરાજ ભાંડગેએ સોનાના દાગીના જે કાળા કલરના બેગમાં અમદાવાદથી લાવેલ હતા તે કાળા કલરના બેગમાં પથ્થરો ભરી સરાડીયા વચ્ચેના રસ્તામાં વોકળામાં ફેંકી દીધેલ તેમાં એલસીબીની ટીમે તરવૈયાઓની મદદથી કાળા કલરનું બેગ કબજે કયુ હતું.
આ ઉપરાંત યાજ્ઞિક જોશીની પૂછપરછ દરમિયાન બનાવ પહેલા ગોલ્ડ કંપનીમાંથી ૨૦૦ ગ્રામ દાગીના શ્રીજી ટચ અમદાવાદ ખાતે જવેલર્સ નામની દુકાને ઓગાળી વેચી નાખેલ અને તેની૧૧.૩૯ લાખની રકમ મળેલ હતી તે પણ કબજે કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application