અકસ્માતે કુવામાં પડી જતા બાંકોડીના યુવાનનું અપમૃત્યુ

  • October 05, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામના વાડી વિસ્તારમાં રહેતા હાર્દિક નારણભાઈ બેડીયાવદરા નામના 23 વર્ષના આહીર યુવાન બુધવારે રાત્રિના સમયે ખેતરમાં પાણી વારતી સમયે માંડવી ખાઈને પાણીની લાઈનમાં પાણી પીવા જતા અકસ્માતે તેઓ કુવામાં પડી ગયા હતા. જેના કારણે ડૂબી તથા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કેશુભાઈ ભીખાભાઈ બેડીયાવદરાએ કલ્યાણપુર પોલીસને કરી છે.


દ્વારકા આવેલા આસામના યાત્રિકનું ઝાડા-ઉલટી બાદ મૃત્યુ
આસામ રાજ્યના બાકસા વિસ્તારમાં રહેતા ઉધબ ચંદ્રદાસ ભાબેન્દ્રનાથ દાસનું ગત તારીખ 1 ના રોજ ઝાડા ઉલટી થઈ ગયા બાદ શરીરમાં પાણી ઘટી જવાના કારણે પડી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ બનાવ અંગેની જાણ મનદીપભાઈ ટીકેન્દ્રનાથ દાસ કોલીટા (રહે. આસામ રાજ્ય) એ દ્વારકા પોલીસને કરી છે.

મેવાસાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
દ્વારકા તાલુકાના મેવાસા ગામે રહેતા રાજ મિયાભા માણેક નામના 19 વર્ષના શખ્સને પોલીસે રૂ. 4,500 ની કિંમતની 9 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application