જેતપુરમાં આવેલી બેંક ઓફ બરોડામાં બેન્કમાં ક્રેડિટ કાર્ડને લગતું કામ કરનાર જૂનાગઢમાં રહેતા બેંકના ખાતેદાર દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ શખસ ક્રેડિટ કાર્ડ બધં કરાવવા અને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને ૧૦ ગ્રાહકોના . ૩.૬૫ લાખની રકમ ઓળવી ગયો હતો. જે અંગે ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં કેનાલ કાંઠે રૈયારાજ–૨ માં રહેતા ચંદ્રિકાબેન નટવરલાલ માલવીયા(ઉ.વ ૫૨) નામના મહિલાએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢમાં રહેતા પ્રદીપ ભીખુભાઈ વાળાનું નામ આપ્યું છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જેતપુરમાં કણકીયા પ્લોટમાં ગોકુલ ઈલેકટ્રીક નામની દુકાન ચલાવે છે.
તેમના તથા તેમના પતિનું છેલ્લા ૧૫ વર્ષથી જેતપુરમાં બેંક ઓફ બરોડામાં જોઈન્ટ સેવિંગ એકાઉન્ટ છે અને તેનું ક્રેડિટ કાર્ડ પણ હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ન હોય આજથી ચારેક માસ પહેલા તેઓ બેંકે ગયા હતા.
બેંકે જઇ ક્રેડિટ કાર્ડ બધં કરવાની વાત કરતા અહીં ક્રેડિટ કાર્ડનું કામ કરનાર પ્રદીપ વાળાને મળ્યા હતા અને ક્રેડિટ કાર્ડ બધં કરવાની વાત કરતા તેણે મહિલા પાસે મોબાઇલ માં ગયો હતો. બાદમાં તેણે કોઈ પ્રોસેસ કરી મોબાઈલ પરત આપ્યો હતો. ત્યારબાદ કહ્યું હતું કે, તમાં ક્રેડિટ કાર્ડ થોડા દિવસમાં બધં થઈ જશે ત્યારબાદ થોડા દિવસ પછી તેઓનું ક્રેડિટ કાર્ડ બધં થયું ન હોય પ્રદીપભાઈને ફોન કરતા કહ્યું હતું કે, હત્પં તમારી દુકાને આવું છું ત્યારબાદ તે દુકાને આવ્યો હતો અને ફરી ફોન માંગી કોઈ પ્રોસેસ કરી હતી આ રીતે તે બે થી ત્રણ વાર ફરી દુકાને આવ્યો હતો અને પ્રોસેસ કરી થોડા દિવસમાં ક્રેડિટ કાર્ડ બધં થઈ જશે તેવી વાત કરી હતી.
ત્રણેક માસ પૂર્વે મહિલાને ફોન આવ્યો હતો કે, તમારે ક્રેડિટ કાર્ડના બિલના પિયા ૭૦,૦૦૦ ચૂકવવાના છે. જેથી તેઓ તુરતં બેંકે ગયા હતા યાં તેમને જાણવા મળ્યું હતું કે, પ્રદીપે ક્રેડિટ કાર્ડ બધં કરવાના બહાને મોબાઈલ ફોનમાંથી ઓટીપી મેળવી લઈ ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડી લીધા છે. આ પ્રકારે તેણે અન્ય ગ્રાહકો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું માલુમ પડું હતું. કુલ ૧૦ ગ્રાહકો સાથે આ શખસે પિયા ૩.૬૫ લાખની છેતરપિંડી કર્યાનું ધ્યાને આવતા આ મામલે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી પ્રદીપ વાળા સામે આઇટી એકટ તથા બીએનએસ કલમ ૩૧૬ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech