બાંગ્લાદેશી ઘૂસણખોરો બે માસથી આધારપુરાવા વગર રહેતા હતા

  • January 25, 2025 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગ્રામ્ય એસોજીની ટીમ સચોટ બાતમીના આધારે રંગપર ગામના પાટીયા પાસેથી સોહીલ હત્પસેન યાકુબઅલી (ઉ.વ ૩૦) અને રીપોનહત્પસેન અમીલ ઇસ્લામ(ઉ.વ ૨૮) નામના બાંગ્લાદેશીને ઝડપી લીધા હતા. પોલીસ દ્રારા હાલ બંનેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં એવી હકીકત સામે આવી હતી કે આ બંને શખસો ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસ્યા બાદ અહીં આવ્યા હતા. છેલ્લા બે માસથી તેઓ અહીં રહેતા હતા અને પડધરી નજીક આવેલી ફેકટરીમાં મજૂરીકામ કરતા હતા બંને શખસો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે, કેમ તેમજ તેમને અહીં સુધી લાવવામાં કોઈ સ્થાનિકની ભૂમિકા છે કે કેમ? સહિતની બાબતો અંગે પોલીસ ઐંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાના પગલે આગામી ૨૬મી જાન્યુઆરીના તહેવારને લઈ નાગરિકો નિર્ભયપણે તહેવારની ઉજવણી કરી શકે તે માટે રાજકોટ જિલ્લામાં ગેરકાયદે રીતે ઘુસણખોરીથી રહેતા અન્ય દેશના નાગરિકો બાબતે તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી હોય જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ એમ.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ વિરડા, મનોજભાઈ બાયલ પેટ્રોલિંગમાં હતા દરમિયાન બંનેને મળેલી બાતમીના આધારે એસઓજી એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ બી.સી.મિયાત્રા તથા તેમની ટીમ અને ટ્રાફિક યુનિટની ટીમ દ્રારા મળી પડધરી તાલુકાના રંગપર ગામના પાટિયા પાસે માતિ સોસાયટી બ્લોક નંબર–૩ માં બે શંકાસ્પદ શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પુછતાછમાં તેમનું નામ સોહિલહત્પસેન યાકુબઅલી (ઉ.વ ૩૦) અને રિપોન હત્પસેન અમીલ ઇસ્લામ (૨૮ રહે બંને. મોનીરામપુરા, જોસર, ઢાંકા) હોવાનું માલુમ પડું હતું. બંને બાંગ્લાદેશી હોય અને અહીં કોઈ આધાર પુરા વગર રહેતા હોવાનું માલુમ પડું હતું. જેથી પોલીસે તાકીદે બંનેને ડિટેઇન કરી જરી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ભારતમાં ગેરકાયદે રીતે ઘુસેલા આ બંને બાંગ્લાદેશી શખસો બે માસ પૂર્વે જંગલ વિસ્તારમાંથી બોડર ક્રોસ કરી ભારતમાં ઘુસ્યા હતા અને કોલકાતામાંથી હાવડા એકસપ્રેસમા બેસી અમદાવાદ અને ત્યારબાદ અહીં પહોંચ્યા હતા અહીં તેઓ પડધરી વિસ્તારમાં જ આવેલી ફેકટરીમાં મજૂરી કામ કરતા હતા.
બંને આરોપીઓ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે કે કેમ? સહિતની બાબતો અંગે પોલીસ દ્રારા ઐંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. બંને શખસોની પૂછતાછ દરમિયાન આ બંને બાંગ્લાદેશ ઘુસણખોરોને અહીં પહોંચવા સુધીમાં કોણે મદદગારી કરી સહિતની બાબતો બહાર આવશે નથી.

મકાન ભાડે અપાવનારની શોધખોળ
બાંગ્લાદેશી બંને યુવકો રાજકોટના ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં કામ કરી રંગપરના પાટિયા પાસે આવેલી મારુતિ સોસાયટીમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. ધુસણખોરોને મકાન ભાડે કોણે અપાવ્યું હતું ? કોઈ ભાડા કરાર કરવામાં આવ્યા હતા ? અથવા તો કોઈ જાણીતાએ મકાન માટેની વ્યવસ્થા અગાઉથી જ ગોઠવી રાખી હતી કે કેમ ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી મકાન ભાડે અપાવનારની શોધખોળ હાથ ધરી છે.

એજન્ટ મારફત બંને આવ્યા હતા: એસ.પી હિમકરસિંહ
પડધરીના રંગપર પાટિયા પાસે ઝડપાયેલ બંને બાંગ્લાદેશીઓ અંગે રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહે જણાવ્યું હતું કે, પોલીસે પકડેલા આ બંને બાંગ્લાદેશીની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં એવી હકીકત સામે આવી છે કે, આ બંને બાંગ્લાદેશથી ઘુસણખોરો એજન્ટ મારફત અહીં પહોંચ્યા હતા. ત્યારે તેમને અહીં સુધી લાવનાર એજન્ટ કોણ તેમજ કોઈ સ્થાનિકની છે કે કેમ? સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.

જંગલમાંથી બોર્ડર ક્રોસ કરી કોલકાતા પહોંચ્યા, હાવડા એક્સપ્રેસથી અમદાવાદ

બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી લીધા બાદ પોલીસની પૂછપરછમાં એવી હકીકત સામે આવી હતી કે, આ બંને બાંગ્લાદેશી ઘુસણખોરો જંગલ વિસ્તારમાંથી બોર્ડર ક્રોસ કરી ભારતની હદમાં પ્રવેશ્યા હતા. બાદમાં તેઓ કોલકાતા પહોંચ્યા હતા જ્યાં હાવડા એક્સપ્રેસમાં અમદાવાદ ઉતાયર્િ હતા. ત્યારબાદ અહીં સૌરાષ્ટ્રમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.


ફેક્ટરી માલિકની પણ પૂછપરછ થશે
કોઈ આધાર પુરાવા વગર પડધરીના રંગ પર પાટિયા પાસે રહેતા અને ફેક્ટરીમાં કામ કરનાર બે બાંગ્લાદેશી ઘુસણખોરને રાજકોટ જિલ્લા પોલીસે ઝડપી લીધા હતા. ત્યારે આ પ્રકારે કોઈ પણ આધાર વગર અહીં રહેતા આ બંને બાંગ્લાદેશી ઘુસણખોરોને ફેક્ટરીએ કામ પર રાખનાર ફેક્ટરી સંચાલકની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. જો તેને જરૂરી નિયમોનું પાલન નહીં કર્યું હોય તો પોલીસ દ્વારા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application