બાંગ્લાદેશી અભિનેત્રી મેહર અફરોઝ શાઓનની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને રાજ્ય વિરુદ્ધ કાવતરું ઘડવાના આરોપ સબબ ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટીવ શાખા દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ઢાકા ટ્રિબ્યુનના એક અહેવાલ મુજબ, તેમના પર ’રાજ્ય વિરુદ્ધ કાવતરું ઘડવાનો’ એટલે કે કથિત રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે.એડિશનલ કમિશનર ઓફ પોલીસ (ડીબી) રેઝાઉલ કરીમ મલિકે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે ધનમોન્ડીથી તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમના પર રાજદ્રોહના કાવતરામાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપોના સંદર્ભમાં પૂછપરછ માટે તેમની અટકાયત કરવામાં આવી છે.
કોણ છે મેહર અફરોઝ
મેહર અફરોઝ જમાલપુર જિલ્લાના ભૂતપૂર્વ અવામી લીગ સલાહકાર પરિષદ સભ્ય મોહમ્મદ અલી અને 1996માં અવામી લીગના સાંસદ તહુરા અલીની પુત્રી છે. મોહમ્મદ અલીએ ગત ચૂંટણીમાં જમાલપુર-5 (સદર) બેઠક પરથી ચૂંટણી માટે ટિકિટ માંગી હતી. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલમાં જણાવાયું છે કે શોનની જમાલપુર સદર ઉપજિલ્લાના નરુન્ડી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં તેના પિતાના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડના થોડા સમય પહેલા, જમાલપુરમાં તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું હતું.
મોહમ્મદ યુનુસનો વિરોધ કરવો મોંઘો સાબિત થયો
બાંગ્લાદેશમાં જ્યારથી મોહમ્મદ યુનુસની સરકાર સત્તામાં આવી છે, ત્યારથી વિરોધીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં, મહેર ફિલ્મ જગતની એવી અભિનેત્રીઓમાંની એક છે જે ખુલ્લેઆમ પોતાનું નિવેદન આપે છે. લોકો કહે છે કે આ જ તેની ધરપકડનું કારણ છે. અહેવાલો અનુસાર, તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે કારણ કે તેઓ મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટીકા કરી રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં વાદળાં ગાજશે: હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
March 29, 2025 08:24 PMશુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, ગિલના 1000 રન પૂરા
March 29, 2025 08:20 PMધ્રોલ તાલુકાના વાકિયા ગામે થયેલ જીરું ચોરીનો મામલો
March 29, 2025 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech