શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ નિયંત્રણની બહાર જઈ રહી છે અને લઘુમતી હિન્દુઓ પર હત્પમલા થઈ રહ્યા છે. કટ્ટરવાદીઓએ હિંદુ મંદિરો પર હત્પમલા કર્યા છે તેમજ તેમના ઘરોમાં લૂંટફાટ અને આગ લગાડવામાં આવી છે. હિંસાના ડરને કારણે મોટી સંખ્યામાં હિંદુઓ બધું છોડીને સરહદી વિસ્તારો તરફ ચાલ્યા ગયા છે.બીજી તરફ અમુક હિન્દુઓએ એવો પણ લલકાર કર્યેા છે કે મારી જઈશું પણ બાંગ્લાદેશ નહીં છોડીએ.
શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર બર્બર હત્પમલાઓ, આગચંપી અને લૂંટફાટના વિરોધમાં બાંગ્લાદેશ હિંદુ જાગરણ મંચેમોટું પ્રદર્શન કયુ હતું. રાજધાની ઢાકાના શાહબાગમાં હજારો હિંદુઓ એકઠા થયા હતા અને દેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલી હિંસા સામે અવાજ ઉઠાવ્યો હતો. સાંજે ૪ થી ૭:૩૦ સુધી શાહબાગ ચારરસ્તા બધં રહ્યા હતા. રેલીના આયોજકોએ આક્રોશ વ્યકત કર્યેા હતો કે દિનાજપુરમાં ચાર હિંદુ ગામોને બાળી નાખવામાં આવ્યા છે અને ઘણા હિંદુઓને નિરાધાર છોડીને સરહદી વિસ્તારોમાં આશ્રય લેવો પડો છે.
રેલીમાં બોલતા એક યુવાને કહ્યું કે 'આપણે આ દેશમાં જન્મ્યા છીએ. આ દેશ દરેકનો છે. હિન્દુઓ દેશ છોડશે નહીં. આ આપણા પૂર્વજોનું જન્મસ્થળ પણ છે. અમે અહીં ઉડાન ભરી નથી. આ કોઈના બાપનો દેશ નથી. આ કોઈના પતિનો દેશ નથી. અમે આ દેશ છોડીશું નહીં. તેણે વધુમાં કહ્યું કે, 'હત્પં મરી જઈશ તો પણ મારી જન્મભૂમિ છોડીશ નહીં.' રેલી ઉપરાંત મોનેરદયાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં પહોંચેલા લોકોના હાથમાં કાગળ પર લખેલા સૂત્રો હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે ધાર્મિક શિક્ષણની જર નથી. ચાલો આપણે માનવતાના ઉપદેશમાં શિક્ષિત બનીએ. એક પોસ્ટર પર લખવામાં આવ્યું હતું – દેશ ત્યારે જ સ્વતત્રં થશે યારે રાષ્ટ્ર્ર સારા શિક્ષણથી શિક્ષિત હશે. રેલીમાં ભાગ લેવા આવેલા એક વ્યકિતએ કહ્યું, જે પણ સત્તામાં આવે, અમે અમારા ઘરો અને ધાર્મિક સંસ્થાઓની સુરક્ષા ઈચ્છીએ છીએ.
લઘુમતીઓની ચાર માગણીઓ કઈ છે
રેલી દરમિયાન, હિંદુ સમુદાયે ચાર મુદ્દાની માંગણીઓ રજૂ કરી જેમાં લઘુમતી મંત્રાલયની સ્થાપના, લઘુમતી સંરક્ષણ આયોગની રચના, લઘુમતીઓ પર હત્પમલા અટકાવવા કડક કાયદા અને લઘુમતીઓ માટે ૧૦ ટકા સંસદીય બેઠકોની ફાળવણીનો સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech