બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે શેખ હસીના ઉતાવળે ભારતના હિંડન એરપોર્ટ પર પહોંચી ગયા. હાલ હસીના ત્યાં એક ખાસ ગેસ્ટ હાઉસમાં રોકાઈ રહી છે. પહેલા યોજના એવી હતી કે શેખ હસીના થોડા સમય માટે ભારતમાં રોકાશે અને લંડન જવા રવાના થશે પરંતુ હવે તેના પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલમાં તેઓ લંડન જવા માટે બ્રિટિશ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. તેની ઔપચારિક આશ્રય વિનંતી પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. બ્રિટનમાં શેખ હસીનાના આશ્રયના દરજ્જા પર હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ અમેરિકાએ પણ તેમના માટે પોતાના દરવાજા બંધ કરી દીધા છે. યુએસએ શેખ હસીનાના યુએસ વિઝા કેન્સલ કરી દીધા છે એટલે કે તે અત્યારે અમેરિકા પણ જઈ શકે તેમ નથી.
બ્રિટિશ ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર આશ્રય મેળવવા માટે શેખ હસીનાએ પહેલા તે દેશમાં આશ્રયનો દાવો કરવો જોઈએ જ્યાં તે પ્રથમ પહોંચે છે. બ્રિટનનું માનવું છે કે સુરક્ષાનો આ સૌથી ઝડપી માર્ગ છે. આ કારણોસર હસનીની યુકેમાં આશ્રયની વિનંતી હજુ પેન્ડિંગ છે. પરંતુ શેખ હસીનાની બહેન શેખ રેહાના અને ભત્રીજી ટ્યૂલિપ સિદ્દીક, જેઓ બ્રિટિશ નાગરિક છે, તેમની આશ્રય વિનંતી માટે સૌથી મજબૂત મુદ્દા છે.
અમેરિકા સાથેના સંબંધો બગડ્યા
અમેરિકાએ શેખ હસનીના વિઝા રદ કર્યા. જેનો અર્થ છે કે તે હવે યુએસ પ્રવાસ કરી શકશે નહીં. એવું માનવામાં આવે છે કે તેમના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચેના સંબંધો સારા નહોતા, જેના કારણે તેઓ હવે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હસીનાએ અમેરિકાને બેઝ બનાવવા માટે આ આઈલેન્ડ આપવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.
બ્રિટન જવામાં કેમ મુશ્કેલી?
શેખ હસીનાએ બ્રિટનમાં આશ્રય મેળવવા વિનંતી કરી છે. જો કે તેની માંગ હજુ પેન્ડીંગ છે. યુકે સત્તાવાળાઓ સાથે ઔપચારિક આશ્રય વિનંતી પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. શેખ હસીનાની બહેન શેખ રેહાના અને ભત્રીજી ટ્યૂલિપ સિદ્દીક કે જેઓ બ્રિટિશ નાગરિક છે તેમની આશ્રય વિનંતી માટે આ સૌથી મજબૂત મુદ્દો માનવામાં આવે છે.
શેખ હસીના હજુ થોડા દિવસ રહેશે ભારતમાં
આ બધી અનિશ્ચિતતાઓને કારણે શેખ હસીનાની યાત્રા અટકી ગઈ છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર હસીના ભારતમાં હજુ થોડા દિવસો રોકાઈ શકે છે. તે ભારતમાંથી લંડન જવાની હતી, પરંતુ હવે તે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે. સાથે જ આ મામલે ભારત સરકારનું નિવેદન પણ સામે આવ્યું છે. સરકારે કહ્યું છે કે તે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના પર નિર્ભર છે કે તે ભારતમાં રહેવા માંગે છે કે નહીં. તેઓએ પોતાની યોજનાઓ જાતે નક્કી કરવી જોઈએ.
ભારત સરકારે તેમને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. ભારત સરકાર બાંગ્લાદેશના આર્મી ચીફ અને અન્ય સુરક્ષા એજન્સીઓના પણ સંપર્કમાં છે. ભારતીય હાઈ કમિશન અને ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતની પ્રાથમિકતા છે. આ સિવાય ભારત સરકારે બાંગ્લાદેશી સુરક્ષા દળોને બાંગ્લાદેશમાં હાજર હિન્દુઓ પર હુમલા રોકવા માટે પણ કહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech